Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મારે વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા છે : મુગુરુઝા

લંડન, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

સ્પેનની ૨૩ વર્ષીય ગાર્બિન મુગુરુઝાએ વિમ્બલ્ડનની ફાઈનલમાં ૩૭ વર્ષીય અમેરિકન સ્ટાર વિનસ વિલિયમ્સને ૭-૫, ૬-૦થી હરાવને કારકિર્દીનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીતી લીધું હતુ. વિમ્બલ્ડનમાં બીજી ફાઈનલ રમતાં પ્રથમ ટાઈટલ જીતનારી મુગુરુઝાએ કહ્યું કે, હું ક્યારેય રેન્કિંગને મહત્વ આપતી નથી. મારું લક્ષ્ય હવે વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા પર રહેશે.

ઓલ ઈંગ્લેન્ડ કલબ ખાતે વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ શરૃ થઈ ત્યારે મુગુરુઝા વર્લ્ડ રેન્કિંગમાં ૧૫માં ક્રમે હતી.જ્યારે ગ્રાસ કોર્ટ પરની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ જીત્યા બાદ મુગુરુઝા સોમવારે જાહેર થનારા રેન્કિંગમાં પાંચમા ક્રમે આવી પહોંચશે. વિમ્બલ્ડન ટાઈટલ જીત્યા બાદ મુગુરુઝાએ કહ્યું કે, રેન્કિંગમાં ટોચના ક્રમ સિવાય અન્ય કોઈ સ્થાનનું મહત્વ નથી. તમે વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે હોવ કે ત્રીજા ક્રમે, પણ જો તમે ગ્રાન્ડ સ્લેમ જીતી ન શકો તો તેનો કોઈ ફાયદો નથી.

મુગુરુઝાએ કહ્યું કે, ટેનિસમાં બધા ખેલાડીઓ માત્ર ચેમ્પિયન બનવા માટે જ તૈયારી કરતાં હોય છે.  રેન્કિંગમાં ચડાવ ઉતાર તો આવતો જ રહે છે. ગત વર્ષે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બન્યા બાદ મારા પર ભારે દબાણ હતુ. હું પણ શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કરતી. જોકે દર વખતે ધાર્યા પરીણામ મળતાં નથી. જોકે અહીં ચેમ્પિયન બન્યા બાદ મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હું ખેલાડી તરીકે વધુ પરીપક્વ બની છું અને આશા રાખું છું કે, આવનારા સમયમાં પણ વધુ સારો દેખાવ કરી રહું.

Post Comments