Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓસ્ટ્રેલિયન સ્વિમર હેકેટનો આરોપ મારા ભાઈએ મને ઈજા પહોંચાડી

- પોલીસે છોડી મુક્યા બાદ હેકેટ ગઈકાલે રાત્રે ઘરે પાછો ફર્યો નહતો : પિતા

- ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક સમિતિએ ચિંતા વ્યક્ત કરી

મેલબોર્ન, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી સ્વિમર ગ્રાન્ટ હેકેટે ઘરમાં તોફાન મચાવતા તેના પિતાએ જ પોલીસને બોલાવી હતી. જોકે આ ઘટના બાદ વધુ એક વિવાદ સર્જાયો છે. પોલીસે હેકેટને થોડો સમય કસ્ટડીમાં રાખીને છોડી મુક્યો હતો.જે પછી તે ઘરે પાછો ન ફરતાં તેના પિતાએ ફરી પોલીસને ફોન કરીને જણાવ્યું હતુ કે, હેકેટ ગુમ થઈ ગયો છે.
 
દરમિયાનમાં હેકેટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેયર કરી છે, જેમાં તેને જમણી આખની આસપાસ લોહી જામેલું તેમજ કેટલીક જગ્યાએથી લોહી નિકળતું જોઈ શકાય છે. હેકેટે લખ્યું છે કે, મારો ભાઈ ક્રેગ મીડિયામાં મારા માટે ગમે તેવી કોમેન્ટ કરે છે, પણ હકીકત જુદી જ છે. તેણે જ મને માર માર્યો હતો. બધા જાણે છે કે તે ખુબ જ ગુસ્સાવાળો છે.
 
લેજન્ડરી સ્વિમર હેકેટના પ્રકરણમાં છેલ્લા ૪૮ કલાકમાં બનેલી વિવાદિત ઘટનાઓને પગલે રમતજગતમાં ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાનમાં ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક સમિતિએ આ સઘળા વિવાદ અંગે ચિંતા વ્યક્ત કરી છે. નોંધપાત્ર છે કે, ગઈકાલે જ્યારે પોલીસ હેકેટને તેના ઘરેથી પકડી ગઈ ત્યારે તેના ચહેરા પર ઈજાના કોઈ નિશાન નહતા. તેણે આજે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીર હાલની છે કે, નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
 
મારા પુત્ર ગ્રાન્ટને શોધી આપો : પોલીસને પિતાની અરજ
ઘરમાં તોફાન મચાવનારા ગ્રાન્ટ હેકેટને પકડવા માટે તેના પિતાએ જ પોલીસને બોલાવી હતી. પોલીસ ગ્રાન્ટને હથકડી પહેરાવીને લઈ ગઈ હતી. થોડો સમય બાદ તેને છોડી પણ મુકવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ તે ઘરે પાછો ફર્યો નહતો. આ કારણે તેના પિતા નેવિલે ફરી પોલીસને ફોન કર્યો હતો. જોકે થોડા સમય બાદ ગ્રાન્ટ સહીસલામત મળી આવ્યો હતો.
 
તેના પિતાને ટાંકીને રીપોર્ટ જણાવે છે કે,  ગ્રાન્ટ સલામત છે. તે આ ઘટના પછી શરમિંદો બનતા છુપાઈ ગયો હતો. અગાઉ તેમણે મીડિયામાં અપીલ કરી હતી કે, તે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેને તત્કાળ મદદની જરુર છે. જો કોઈને તેનો સંપર્ક થાય તો તરત પોલીસને કે અમને જાણ કરે.
 
પરિવારજનોએ જ પોલીસ બોલાવવી પડી હતી
ઘરમાં તોફાન મચાવનારા હેકેટને પકડવા માટે તેના પિતા નેવિલે જ પોલીસ બોલાવી હતી. નેવિલને ટાકીને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતુ કે, હેકેટે ઘરમાં તોફાન મચાવ્યું હતુ. તેનું વર્તન અસામાન્ય હતુ. દરમિયાનમાં તેના ભાઈ ક્રેગે કહ્યું હતુ કે, હેકેટ બદલાઈ ગયો છે. તે પરિવાર માટે તેમજ સમાજ માટે જોખમ બની ગયો છે.

Post Comments