Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેડરરની ઐતિહાસિક સિદ્ધિ : આઠમી વખત વિમ્બલ્ડન જીતનારો વિશ્વનો સૌપ્રથમ ખેલાડી

- ૩૫ વર્ષનો ફેડરર વિમ્બલ્ડનનો ઓલ્ડેસ્ટ મેન્સ સિંગલ્સ ચેમ્પિયન

- ફાઈનલમાં સિલીકનો ૬-૩, ૬-૧, ૬-૪થી પરાજય ફેડરરે રેકોર્ડ ૧૯મું ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યું

વિમ્બલ્ડન, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરે ૬-૩, ૬-૧, ૬-૪થી ક્રોએશિયાના મરીન સિલીકને હરાવીને કારકિર્દીનું વિશ્વવિક્રમી આઠમું વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.  આ સાથે ફેડરર આઠ વખત વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનારો વિશ્વનો સૌપ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો હતો.

ફેડરરે ચેમ્પિયન બનવાની સાથે સૌથી વધુ ૭-૭ વખત વિમ્બલ્ડન જીતવાના બ્રિટનના વિલિયમ રેનશૉના એમેચ્યોર એરાના  અને અમેરિકાના પેટ સામ્પ્રસના ઓપન એરાના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ૩૫ વર્ષીય ફેડરરે આ ઉપરાંત સૌથી મોટી ઉંમરે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતવાનો ઓપન એરાનો રેકોર્ડ સર્જ્યો હતો. છેલ્લે ૧૯૭૫માં આર્થર એશ અહીં ચેમ્પિયન બન્યા ત્યારે તેઓ લગભગ ૩૨ વર્ષના થઈ ગયા હતા.

ગ્રાસ કોર્ટના ઓલ ટાઈમ ક્લાસિક સુપરસ્ટાર ફેડરર સામે સિલીક પ્રભાવ પાડી શક્યો નહતો. તેમાંય મેચ દરમિયાન થયેલી ઈજાએ તેની રમતને ઝાંખી પાડી દીધી હતી. ફેડરરે આ સાથે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાના પોતાના વર્લ્ડ રેકોર્ડને ૧૯ પર પહોંચાડી દીધો હતો. વધુમાં તેને નિવૃત્તિ લેવાની સલાહ આપતાં ટીકાકારોની બોલતી બંધ કરતાં તેણે પાંચ વર્ષ બાદ વિમ્બલ્ડન ટાઈટલ જીતી બતાવ્યું હતુ.

ફેડરર આ સાથે વર્ષ ૨૦૦૯ પછી પહેલી વખત એક જ વર્ષમાં એકથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવામાં સફળ રહ્યો હતો. નોંધપાત્ર છે કે, તે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન પણ જીતી ચૂક્યોછે. તેણે એક પણ સેટ ગુમાવ્યા વિના વિમ્બલ્ડન જીતી હતી. આ સાથે તે ૧૯૭૬માં આવી સિદ્ધિ મેળવનારા સ્વિડનના બોર્ગ બાદનો ઓપન એરોનો બીજો ખેલાડી બની ગયો હતો.

ઓલ ઈંગ્લેન્ડ કલબના સેન્ટર કોર્ટમાં શરૃ થયેલી ફાઈનલમાં સિલીકે ફેડરરની પહેલી જ સર્વિસ બ્રેક કરી હતી. જોકે ફેડરરે જરા પણ સમય ગુમાવ્યા વિના તરત જ વળતો હૂમલો કરતાં મેચ પર પકડ મેળવી લીધી હતી. પ્રથમ સેટ જીત્યા બાદ બીજા સેટમાં ફેડરરે ૩-૦થી સરસાઈ મેળવી લીધી ત્યારે સિલીક રડવા માંડયો હતો અને થોડા સમય બાદ તેણે ચહેરો ટુવાલમાં છુપાવી લીધો હતો અને બીજા સેટના અંતે ડાબા પગમાં પટ્ટી બાધી રમવા ઉતર્યો હતો. જોકે ફેડરરે તેની શાનદાર રમત જારી રાખતાં એક કલાક અને ૪૧ મિનિટમાં જીત મેળવી હતી.

રેકોર્ડ બુક
ઓલ્ડેસ્ટ ચેમ્પિયન : ફેડરરે ૩૫ વર્ષ ૧૧ મહિના અને આઠ દિવસની ઉંમરે વિમ્બલ્ડન જીતીને સૌથી મોટી ઉંમરે વિમ્બલ્ડન  જીતવાનો આર્થર એશનો ઓપન એરાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. એશ ૧૯૭૫માં વિમ્બલ્ડન જીત્યા ત્યારે ૩૧ વર્ષ ૧૧ મહિના અને ૨૫ વર્ષના હતા.
બોર્ગની બરોબરી કરી : ફેડરરે આખી ટુર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યા વિના વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ જીતી હતી. છેલ્લે ૧૯૭૬માં સ્વિડનના બ્યોન બોર્ગે આવી સિદ્ધિ મેળવી હતી.


સૌથી વધુ વિમ્બલ્ડન ટાઈટલ

ખેલાડી

દેશ

ટાઈટલ

ફેડરર

સ્વિત્ઝર્લેન્ડ

રેનશૉ

બ્રિટન

સામ્પ્રસ

અમેરિકા

એલ.ડોહેર્ટી

બ્રિટન

બોર્ગ

સ્વિડન

 

Post Comments