Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતના ચાહકો નિરાશ : ફૂડ, ફનનો કાર્નિવલ ઉદાસિનમાં ફેરવાયો

- પાક.ના ૩૩૮ના સ્કોર પછી પરાજયને પારખી લેવાયેલો

- સટ્ટાબજારમાં પણ ઉથલપાથલ મચી

લંડન, તા.18 જૂન, 2017, રવિવાર
 
ભારતનો છેલ્લા વર્ષોમાં બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટને પાકિસ્તાન સામે જે પ્રભુત્વ ભર્યો દેખાવ હતો તેના પગલે ભારતરના ચાહકોને એવી ખાતરી હતી કે ભારત પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બનશે. ગુ્રપ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.
 
ભારતમાં ચાહકોએ ભારત જીતશે તે ધારણા સાથે મિત્રવર્તુળોમાં સાથે બેસીને મેચ જોવાની યોજના બનાવી હતી તે જ રીતે બધા રેસ્ટોરા, હોટલો, ફાર્મ હાઉસમાં મંચ જેવા ખાણી-પીણી સાથે ગોઠવાયા હતા. પણ પાકિસ્તાને ૩૩૮ રન ખડકતા જ ચાહકો પરાજયને પારખી ગયા હતા.
 
તેમને પણ ભારતના ત્રણ વિકેટ પડી જતા બધા ઉદાસ થઇને ખાણી-પીણી પતાવી હતી. સાંજના રસ્તા સુમસામ હતા તે રાત્રે નોર્મલ રાબેતા મુજબના થઇ ગયા હતા. ભારત જ જીતશે તે પ્રમાણે સટ્ટા બજારમાં ભાવ હોઈ ભારત હારતા તેમાં પણ ભારે ઉથલ પાથલ જોવા મળી હતી.
 
શરૃઆતમાં ભારત ચેમ્પિયન થાય તેમ લાગતું હતુ.જોકે પાકિસ્તાને જે પ્રકારે રન ફટકારવા માંડયા તેની સાથે સટ્ટાબજારમા પણ પાસુ પલ્ટાયુ હતુ.

Post Comments