Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે સાઉથ આફ્રિકા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

- મીલરની ઈજાથી સાઉથ આફ્રિકા ચિંતિત

- ભારતીય સમય પ્રમાણે સવારે ૧૧.૩૦થી મેચ

ઓકલેન્ડ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
આવતીકાલે ન્યૂઝીલેન્ડ અને પ્રવાસી સાઉથ આફ્રિકા વચ્ચે એકમાત્ર ટ્વેન્ટી-૨૦ રમાશે. ન્યૂઝિલેન્ડ ઘરઆંગણે રમી રહ્યું હોવા છતાં આવતીકાલની ટ્વેન્ટી-૨૦ જીતવા માટે હોટફેવરિટ છે. જોકે વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝિલેન્ડની ટીમ પણ ઈન ફોર્મ સાઉથ આફ્રિકાને આંચકો આપવા માટે તૈયાર છે. ભારતીય સમય પ્રમાણે સવારે ૧૧.૩૦ વાગ્યાથી ટ્વેન્ટી-૨૦ શરૃ થશે.
 
બંને ટીમો સ્ટાર ખેલાડીઓની ઇજાના કારણે પરેશાન છે. ન્યૂઝિલેન્ડને માર્ટિન ગપ્ટિલની ઈજા સતાવી રહી છે. જ્યારે સાઉથ આફ્રિકાનું ટીમ મેનેજમેન્ટ મીલરની ઈજાના કારણે ચિંતિત છે. ગપ્ટિલની ગેરહાજરીમાં ન્યૂઝિલેન્ડ ૨૦ વર્ષના ફિલિપને ઓપનિંગમાં ઉતારશે. વધુમાં આવતીકાલી મેચમા વરસાદનું વિધ્ન પણ સર્જાઈ શકે છે, જેના કારણે બંને ટીમો પર ભારે દબાણ રહેશે. ન્યૂઝિલેન્ડ નિશાન કે ડે ગ્રાન્ડહોમમાંથી એકને રમાડશે તે નક્કી છે.
 
સાઉથ આફ્રિકાએ મીલરની ફિટનેસને કારણે ટીમની જાહેરાત કરી નથી. જો મીલર આવતીકાલની મેચ અગાઉ ફિટનેસ નહિ મેળવે તો બેહાર્ડિનને તક મળશે. આ સિવાય ટીમમાં પરિવર્તનની શક્યતા નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી ૧૪ ટ્વેન્ટી-૨૦ મેચો રમાઈ છે, જેમાંથી ૧૦ સાઉથ આફ્રિકા અને ચાર ન્યૂઝિલેન્ડ જીતી શક્યું છે.
 
ન્યૂઝીલેન્ડની ટીમ (સંભવિત) : વિલિયમસન (કેપ્ટન), ફિલિપ, મુનરો, બુ્રસ, એન્ડરસન, ડે ગ્રાન્ડહોમ, રોન્ચી (વિ.કી.), સાન્ટનેર, વ્હિલર, સાઉથી, બાઉલ્ટ.
 
સાઉથ આફ્રિકા (સંભવિત) : અમલા, ડી કૉક (વિ.કી.), ડી વિલિયર્સ, ડુ પ્લેસીસ (કેપ્ટન), ડુમિની, મીલર, મોરીસ, પારનેલ, ફેલુકવાયો, રબાડા, તાહીર.

Post Comments