Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વાઈન ફ્લૂને કારણે મોતને આરે પહોંચેલી બર્તોલીનો બચાવ

વિમ્બલ્ડન : ગત વર્ષે રહસ્યમય વાઈરસને કારણે સતત વજન ઘટતા મોતને આરે પહોંચેલી ફ્રાન્સની ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન મેરિયન બોર્તોલી સ્વસ્થ થઈને નવા જ સ્વરૃપમાં ફરી ચાહકોની સામે આવી હતી.

બર્તોલીએ ખુલાસો કર્યો કે ગત વર્ષે તેને જે રહસ્યમય બીમારી થઈ હતી, તે આખરે એચવનએનવન સ્વાઈન ફ્લૂ જેવી  હોવાનું નિદાન થયુ હતુ અને ઈટાલીમાં બ્લડ ટ્રાન્સફર કરાવ્યા બાદ તેની હાલતમાં સુધારો થયો હતો.

વર્ષ ૨૦૧૩માં વિમ્બલ્ડન જીતનારી બર્તોલીએ ત્યાર બાદ ઈજાના કારણે નિવૃત્તિ લઈ લીધી હતી. ગત વર્ષે જ્યારે વિમ્બલ્ડનના આયોજકોએ તેને ટુર્નામેન્ટમાં હાજરી આપવા બોલાવી ત્યારે બધા તેની હાલત જોઈને ચોંકી ગયા હતા.

તેણે જણાવ્યું કે, તેને કોઈ રહસ્યમય રોગ લાગુ પડયો છે, જેના કારણે તે ભોજન કરી શકતી નથી અને તેનુ વજન દિવસે-દિવસે ઘટતું જાય છે. તે સંક્રમણના ભયને કારણે મોબાઈલ તેમજ અન્ય ઈલેટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ પણ કરી શકતી નહતી. તેનું વજન ૨૦ કિલો ઘટી ગયું હતુ.ગત વર્ષે વિમ્બલ્ડનમાં અત્યંત દારૃણ સ્થિતિમાં જોવા મળેતી બર્તોલી ત્યાર બાદ તેને થયેલી રહસ્યમય બીમારીના ઇલાજ માટે ઈટાલી ગઈ હતી.

ત્યાં પરીક્ષણોમાં જાણવા મળ્યું હતુ કે, તેને એચવનએનવન એટલે કે સ્વાઈન ફ્લૂ થયો હતો. આ રોગના જીવાણું તેના લોહીમાં ફેલાઈ ચૂક્યા હોવાથી તેની હાલત દિવસે દિવસે કથળી રહી હતી.

તે ઈટાલીમાં ચાર મહિના સુધી હોસ્પિટલમાં રહી હતી અને તેનંું લોહી ટ્રાન્સફર કરાવ્યા બાદ તેની હાલતમાં સુધારો થયો હતો અને  તે પહેલા જ જેવા મિજાજ અને જોશ સાથે આ વખતે વિમ્બલ્ડનમાં જોવા મળી હતી.

Post Comments