Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતના અમિત સરોહાને વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં સિલ્વર

લંડન, તા.17 જુલાઇ, 2017, સોમવાર

ભારતના અમિત સરોહાએ લંડન ખાતે યોજાઇ રહેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ક્લબ થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે.  અમિત સરોહાએ એ-૫૧ કેટેગરી એટલે કે કમરથી નીચેના ભાગમાં દિવ્યાંગ હોય તેમાં ભાગ લીધો હતો.

આ એક પ્રકારની હેમર થ્રો જેવી સ્પર્ધા છે. ૨૦૧૬માં યોજાયેલી રિયો પેરાલિમ્પિક્સમાં સરોહા નજીવા અંતરથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો હતો. જોકે, આજે તેણે ૩૦.૨૫ મીટર સાથે સિલ્વર મેડલ જીતવા ઉપરાંત એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો.

સરોહાએ તેની કારકિર્દીનો પ્રારંભ હોકી પ્લેયર તરીકે કર્યો હતો અને તે નેશનલ ટુર્નામેન્ટમાં પણ રમ્યો હતો. પરંતુ ૨૦૦૭માં ગંભીર અકસ્માત થતાં તે વિકલાંગતા આવી ગઇ હતી. આમ છતાં સરોહાએ હિંમત હારી નહીં અને તેણે આજે વિશ્વકક્ષાએ ભારતના ગૌરવમાં વધારો કર્યો હતો.

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ છે. અગાઉ સુંદર ગુર્જરે જેવલિન  થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Post Comments