Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

BCCIના વહીવટદારોએ IPLના સમારંભો માટે માર્ગદર્શિકા બહાર પાડી

- કંપનીએ ૩૫ ટકા રકમની બેંક ગેરંટી આપવી પડશે

- 'કન્ફલિકટ ઓફ ઇન્ટરેસ્ટ' ન હોવો જોઈએ

મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
ભારતીય ક્રિકેટ બોર્ડના હોદ્દેદારોની હકાલપટ્ટી કરી સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે વહીવટદારોએ બોર્ડની કાર્ય પદ્ધતિમાં પારદર્શકતા લાવવાનો પ્રયત્ન પ્રારંભી દીધો છે. તેઓને આ પ્રકારની મહત્વની કામગીરી કરવાની તક આગામી એપ્રિલ-મેમાં રમાનાર આઇપીએલમાં મળશે. વહીવટદારોએ આઇપીએલના ઉદ્ધાટન અને સમાપન સમારંભનો ઓર્ડર મેળવવા માંગતી કંપનીઓ માટે કેટલીક શરતો મુકી છે જે આ પ્રમાણે છે.
 
(૧) જે પાર્ટીની જોડે કરાર થશે તેણે આઇપીએલની આઠ ટીમોની પ્રથમ મેચના ઉદ્ધાટન સમારંભની તેમજ પૂર્ણાહૂતિ સમારંભનો તમામ ખર્ચો ઉઠાવવો પડશે.
 
(૨) જે પણ રકમથી કરાર થાય તેની ૩૫ ટકા રકમ બેંક ગેરંટી તરીકે પાંચ વર્કિંગ દિવસો દરમ્યાન જમા કરાવવી પડશે.
 
(૩) જે પણ પાર્ટીઓ ઓર્ડર મેળવવાની પ્રક્રિયામાં સામેલ હોય તેઓએ તેમનો વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછો રૃ. ૩૦ કરોડ છે તેવો ઓડિટેડ રીપોર્ટ રજૂ કરવાનો રહેશે.
 
(૪) જે પાર્ટી રસ બતાવે તેના કોઇપણ જવાબદાર વ્યકિતના નામે ગૂનાઇત રેકોર્ડ ના હોવો જોઈએ તેવી જ રીતે ક્રિકેટ બોર્ડ કે ક્રિકેટર જોડે તેનો સીધો કે આડકતરો સબંધ ના હોવો જોઈએ.
 
(૫) જો રસ ધરાવનાર કંપનીના મોરેશ્યસ કે બ્રિટિશ વર્જીન ટાપુઓમાં રોકાણ કે સાહસો હોય તો તેની વિગતો આપવાની રહેશે.
 
(૬) જે પાર્ટીઓનું શોર્ટ લિસ્ટ બનશે તેઓને બીસીસીઆઇના હેડ કવાર્ટરમાં તેઓ કઇ રીતે ઉદ્ધાટન અને સમાપન સમારંભો પાર પાડશે તેનું ૪૫ મિનિટ પ્રેઝન્ટેશન આપવું પડશે.
 
(૭) કરાર કઇ કંપની જોડે થશે તેની જાહેરાત ૧ માર્ચે થશે.

Post Comments