Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમ્બલ્ડનમાં ૨૮ હજાર કિલોથી વધુ સ્ટ્રોબેરીનું વેચાણ થયું

- મેચ જોતાં જોતાં સ્ટ્રોબેરી ખાવાની પરંપરા વર્ષોથી અકબંધ

- પ્રેક્ષકોએ ૧૦ હજાર લીટર આઇસ્ક્રીમ આરોગ્યો હોવાનો અંદાજ

લંડન, તા.17 જુલાઇ, 2017, સોમવાર

ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન હવે તેના અંતિમ તબક્કા તરફ આવી પહોંચી છે. વિમ્બલ્ડન દરમિયાન ટેનિસપ્રેમીઓ માત્ર રસપ્રદ મુકાબલાની જ નહીં પણ સ્ટ્રોબેરી, આઇસ્ક્રીમની પણ જયાફત માણતા હોય છે.

આ વર્ષે  ટેનિસપ્રેમીઓ  વિમ્બલ્ડન ટુર્નામેન્ટ દરમિયાન અંદાજે ૨૮ હજાર કિલો ઇંગ્લિશ સ્ટ્રોબેરી અને ૧૦ હજાર લીટર આઇસ્ક્રીમ ઝાપટી જશે. આ ઉપરાંત ૭૬ હજાર સેન્ડવિચ, ૩૦ હજાર પીઝા, ૧૬ હજાર વધુ પોર્શનમાં માછલી અને ચીપ્સ ખાવામાં આવે તેવો અંદાજ છે.

વિમ્બલ્ડનને બે દિવસ અગાઉ જ ૧૪૦ વર્ષ પૂરા થયા છે. ૧૮૭૭માં પ્રથમ વખત વિમ્બલ્ડનનો મુકાબલો ખેલાયો ત્યારે તેમાં ચેમ્પિયનને ૧૨ ગિનીસ, રનર્સ અપને ૭ ગિનીસ અને ત્રીજા ક્રમે આવનારને ૩ ગિનીસ ઈનામમાં આપવામાં આવતી હતી. હવે ૨૦૧૭ના વર્ષમાં વિમ્બલ્ડનમાં કુલ ઈનામી રકમ ૩૧.૬ મિલિયન પાઉન્ડ થઇ ગઇ છે.

ભારતમાં વિમ્બલ્ડનના જીવંત પ્રસારણની શરૃઆત ૭ જુલાઇ ૧૯૭૯ના વર્ષમાં થઇ હતી. જેમાં ભારતીય ટેનિસપ્રેમીઓએ બ્યોન બોર્ગ-રોસ્કો ટેન્નર વચ્ચે મેન્સ સિંગલ્સની ફાઇનલ ટીવીમાં જોઇ હતી. આ મુકાબલામાં બ્યોન બોર્ગનો ૬-૭, ૬-૧,૩-૬, ૬-૩, ૬-૪થી વિજય થયો હતો.

Post Comments