Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈના ૨૨૮ના સ્કોર સામે ગુજરાતના છ વિકેટે ૨૯૧

- રણજી ટ્રોફીની ફાઈનલ : મુંબઈ સામે ગુજરાતની પ્રથમ ઈનિંગમાં સરસાઈ

- પાર્થિવ પટેલના ૯૦ : મનપ્રીત જુનેજાના ૭૭ : ભાર્ગવ મેરાઈના ૪પ રન : અભિષેક નાયરની ૩ અને ઠાકુરની બે વિકેટ

ઈન્દોર,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
પાર્થિવ પટેલની ૯૦ રનની કેપ્ટન ઈનિંગ તેમજ મનપ્રીત જુનેજાના ૭૭ અને ભાર્ગવ મેરાઈના ૪૫ રનની મદદથી ગુજરાતે મુંબઈ સામેની રણજીની ફાઈનલમાં પ્રથમ ઈનિંગમાં નિર્ણાયક સરસાઈ મેળવી લીધી હતી. મુંબઈના૨૨૮ના સ્કોર સામે ગુજરાતે બીજા દિવસની રમતના અંતે છ વિકેટે ૨૯૧ રન કર્યા હતા. આ સાથે ગુજરાતની સરસાઈ ૬૩ રનની થઈ છે.  બીજા દિવસની રમતના અંતે ચિરાગ ગાંધી ૧૭ રને અને રૃષ કાલેરિયા ૧૬ રને ક્રિઝ પર હતા. મુંબઈ તરફથી અભિષેક નાયરે ૯૧ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુરને બે વિકેટ મળી હતી.

પાર્થિવની કેપ્ટન ઈનિંગને સહારે ગુજરાતની લડત, ભાર્ગવની ઉપયોગી બેટીંગ
બીજા દિવસના પ્રારંભે જ ગુજરાતનો સ્કોર ૩૭/૨ થઈ જતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. આ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને કેપ્ટન પાર્થિવ પટેલે ગુજરાતની ઈનિંગને બેઠી કરતાં ભાર્ગવ મેરાઈ અને મનપ્રીત જુનેજાની સાથે મહત્વની ભાગીદારીઓ કરી હતી. પાર્થિવે ૧૪૬ બોલનો સામનો કરતાં ૧૨ ચોગ્ગા સાથે ૯૦ રન ફટકાર્યા હતા. અભિષેક નાયરે પાર્થિવને માત્ર ૧૦ રન માટે સદીથી વંચિત રાખ્યો હતો. જોકે તેણે ટીમને મુશ્કેલીમાંથી ઉગારતી બેટીંગ કરી હતી.  પાર્થિવ પટેલે ભાર્ગવ મેરાઈ સાથે મળીને ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૬૯ રનની ભાગીદારી કરી હતી. ભાર્ગવ મેરાઈએ ૧૦૦ બોલનો સામનો કરતાં સાત ચોગ્ગાની મદદથી ૪૫ રન ફટકાર્યા હતા. નાયરે તેને પાંચ રન માટે  અડધી સદીથી વંચિત રાખ્યો હતો.

બંને ઓપનરો સસ્તામાં આઉટ થતાં ગુજરાતની આંચકાજનક શરૃઆત
મુંબઈ સામેની રણજીની ફાઈનલમાં બીજા દિવસે ગુજરાતની શરૃઆત આંચકાજનક રહી હતી. ગુજરાતના ઈન ફોર્મ ઓપનરો સમિત ગોહેલ અને પ્રિયાંક પંચાલ સસ્તામાં આઉટ થતાં ગુજરાત પર દબાણ સર્જાયું હતુ. મુંબઈના બોલરોએ સવારની ફાસ્ટ બોલરોને અનુકૂળ પરિસ્થિતિનો લાભ ઉઠાવતા પ્રિયાંક-સમિતને પરેશાન કર્યા હતા. જોકે સમિત-પ્રિયાંકે લડત આપતાં બોલની શાઈન જતી રહે ત્યાં સુધી સંઘર્ષ કર્યો હતો. સમિત૩૪ બોલમાં ૪ રને ઠાકુરનો શિકાર બન્યો હતો. જ્યારે પ્રિયાંક પંચાલ ૫૧ બોલનો સામનો કરતાં ૬ રન કરીને અભિષેક નાયરનો શિકાર બન્યો હતો. આ સાથે ગુજરાતનો સ્કોર ૩૭/૨ થઈ ગયો હતો.


પાથિવ પટેલ અને મનપ્રીત જુનેજા વચ્ચે ૧૨૦ રનની ભાગીદારી

કેપ્ટન પાર્થિવ પટેલે તેના આંતરરાષ્ટ્રીય અનુભવની સાથે કુશળતા દર્શાવતા લડાયક બેટીંગ કરી હતી અને ગુજરાતને પ્રથમ ઈનિંગમાં સરસાઈ મળે તે સુનિશ્ચિત કર્યું હતુ. પાર્થિવ પટેલ અને મનપ્રીત જુનેજાની જોડીએ ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૨૦ રનની ભાગીદારી કરી હતી. મનપ્રીત જુનેજાએ વધુ એક ઉપયોગી ઈનિંગ રમતાં ૯૫ બોલનો સામનો કરતાં૧૧ ચોગ્ગા સાથે ૭૭ રન ફટકાર્યા હતા. મનપ્રીત અને ઋજુલ ભટ્ટની જોડીએ ૨૮ રનની ભાગીદારી કરી હતી અને ગુજરાતને સરસાઈ અપાવી હતી. ઋજુલ ભટ્ટે ૩૮ બોલમાં ૪ ચોગ્ગા સાથે ૨૫ રન ફટકાર્યા હતા.

જુનેજાને ૭૭ રને શાર્દૂલ ઠાકુરે કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. જ્યારે ઋજુલ ભટ્ટને ૨૫ રને સંધૂએ આઉટ કર્યો હતો. આખરે ચિંરાગ ગાંધી અને રુષ કાલેરિયાની જોડીએ નોટઆઉટ ૨૭ રનની ભાગીદારી કરી હતી. ચિરાગ ગાંધીએ ૫૪ બોલનો સામનો કરતાં ૧ ચોગ્ગા સાથે ૧૭ રન નોટઆઉટ રહીને કર્યા હતા. જ્યારે રુષ કાલેરિયાએ ૩૯ બોલનો સામનો કરતાં બે ચોગ્ગા સાથે નોટઆઉટ ૩૯ રન કર્યા હતા.

સ્કોરબોર્ડ
મુંબઈ પ્રથમ ઈનિંગ : ૨૨૮
ગુજરાત પ્રથમ ઈનિંગ -

 

રન

બોલ

સમિત ગોહેલ કો.સૂર્યકુમાર બો.ઠાકુર

૩૪

પ્રિયાંક પંચાલ કો. તારે બો. નાયર

૫૧

ભાર્ગવ મોરાઈ કો. તારે બો. નાયર

૪૫

૧૦૦

પાર્થિવ પટેલ કો. તારે બો. નાયર

૯૦

૧૪૬

૧૨

મનપ્રિય જુનેજા કો. એન્ડ બો. ઠાકુર

૭૭

૯૫

૧૧

ઋજુલ ભટ્ટ કો. શૉ બો. સંધુ

૨૫

૩૮

ચિરાગ ગાંધી રમતમાં

૧૭

૫૪

રૃષ કાલેરિયા રમતમાં

૧૬

૩૯

વધારાના (લેગબાય ૬, નોબોલ ૫)

૧૧

 

 

 

કુલ ૯૨ ઓવરમાં ૬ વિકેટે

૨૯૧

 

 

 

વિકેટનો ક્રમ : ૧/૧૧ (ગોહેલ ૧૦.૨), ૨/૩૭ (પંચાલ ૧૯.૨), ૩/૧૦૬ (મોરાઈ, ૪૨.૨), ૪/૨૨૬ (પાર્થિવ પટેલ (૬૮.૩), ૫/૨૫૪ (જુનેજા ૭૩.૪), ૬/૨૬૪ (ભટ્ટ ૮૦.૪).
બોલિંગ : ઠાકુર ૨૩-૪-૬૭-૨, સંધુ ૨૧-૨-૫૪-૧, નાયર ૨૭-૬-૯૧-૩, ગોહિલ ૮-૦-૩૪-૦, ડભોલકર ૯-૩-૨૧-૦, લાડ ૪-૦-૧૮-૦.

Post Comments