Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાસ્ત્રીએ પૂર્વગ્રહને કારણે દિગ્ગજ ક્રિકેટરનું અપમાન ન કરવું જોઈએ

- શાસ્ત્રીએ ભારતના મહાન કેપ્ટનોમાં ગાંગુલીને સ્થાન આપ્યું નહતુ

નવી દિલ્હી,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરો સૌરવ ગાંગુલી અને રવિ શાસ્ત્રી વચ્ચે ચાલી રહેલા ટકરાવમાં હવે ભૂતપૂર્વ કેપ્ટન અઝરુદ્દિને પણ ઝુકાવ્યું છે. શાસ્ત્રીએ તાજેતરમાં નિવૃત્તિ લેનારા ધોનીને 'દાદા કેપ્ટન' કહેવાની સાથે તેની દ્રષ્ટીએ સૌથી સફળ ભારતીય કેપ્ટનોમાં ગાંગુલીને સામેલ કર્યો નહતો. જે અંગે અઝહરુદ્દિને કહ્યું કે, શાસ્ત્રીએ વ્યક્તિગત પૂર્વગ્રહને કારણે ભારતીય ક્રિકેટમાં મહત્વનું યોગદાન કરનારા દિગ્ગજ ક્રિકેટરનું અપમાન ન કરવું જોઈએ.

અઝરુદ્દિને એક મીડિયા સાથેની મુલાકાત કહ્યું હતુ કે, શાસ્ત્રીની કોમેન્ટ મૂર્ખતા ભરી કહેવાય. શું તેનેે ભારતીય ક્રિકેટના આંકડા દેખાતા નથી ? તે વ્યક્તિગત રીતે શું વિચારે છે, તેની સાથે મારે કોઈ લેવા-દેવા નથી અને હું તે મામલે પડવા પણ માંગતો નથી. જોકે જ્યારે તે ભારતના મહાન કેપ્ટનોની વાત કરતો હોય ત્યારે તે અંગે અભિપ્રાય આપતી વખતે તેણે પોતાના વ્યક્તિગત પૂર્વગ્રહને દૂર રાખવો જોઈએ અને ભારતીય ક્રિકેટમાં મહત્વનું પ્રદાન કરનારનું અપમાન ન કરવું જોઈએ.

જોકે અઝહરના ગાંગુલી અંગેના આ પ્રેમની પાછળ પણ રાજકારણ જ હોવાની ચર્ચા ચાલી રહી છે. ગાંગુલી હાલ ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગોલનો પ્રમુખ છે અને ભારતીય ક્રિકેટ બોર્ડમાં તેની પકડ મજબુત છે. આવી સ્થિતિમાં અઝરુદ્દિને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનવાની રેસમાં ઝંપલાવ્યું છે અને આ મામલે તેને ગાંગુલીની કૃપાદ્રષ્ટી મળી રહે તે માટે તેણે શાસ્ત્રીના ટીકા કરતી કોમેન્ટ કરી હોવાનું મનાય છે.

ગાંગુલી  v/s  શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની પસંદગી માટેની સમિતિમાં તેંડુલકરની સાથે ગાંગુલી અને લક્ષ્મણ સામેલ હતા. આ પદ માટે રવિ શાસ્ત્રીએ પણ અરજી કરી હતી. શાસ્ત્રીના ઈન્ટરવ્યુ વખતે ગાંગુલી હાજર રહી શક્યો નહતો. જે પછી ભારતીય ટીમના કોચ તરીકે શાસ્ત્રીના સ્થાને કુમ્બલેની પસંદગી થતાં શાસ્ત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે પોતાની પસંદગ ન થઈ તે માટે ગાંગુલીને ટાર્ગેટ બનાવીને કોમેન્ટ કરી હતી. જે પછી ગાંગુલીએ સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બંને વચ્ચે શાબ્દિક ટકરાવ ચાલુ રહ્યો હતો. જોકે આ મામલો છેક જુલાઈ,૨૦૧૬નો છે, આશરે છ મહિના બાદ શાસ્ત્રીએ ભારતના સફળ કેપ્ટનોમાં ગાંગુલીને સામેલ ન કરતાં વિવાદ સર્જાયો હતો.

Post Comments