બેડમિંટનની ઓલ ઈન્ડિયન ફાઈનલમાં સિંધુને હરાવીને સાયનાએ ગોલ્ડ મેળવ્યો
- કિદામ્બી શ્રીકાંત અને સાત્વિકસાઈરાજ-ચિરાગ શેટ્ટીને સિલ્વર
- સાયનાનો કોમનવેલ્થ ગેમ્સમાં બીજો ગોલ્ડ
ગોલ્ડ કોસ્ટ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર
કોમનવેલ્થ ગેમ્સ બેડમિંટનની ઓલ ઈન્ડિયન ફાઈનલમાં સાયના નેહવાલે તેની સિનિયોરીટીની સાબિતી આપતાં તેના કરતાં હાયર રેન્ક ધરાવતી પી.વી. સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સાયનાએ રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલીસ્ટ અને ભારતની નંબર વન ખેલાડી સિંધુને ૨૧-૧૮, ૨૩-૨૧થી હરાવીને કારકિર્દીનો બીજો કોમનવેલ્થ ગોલ્ડ જીત્યો હતો.
જોકે બેડમિંટનમાં વર્લ્ડ નંબર વન બનેલો કિદામ્બી શ્રીકાંતને મલેશિયાના ઓલિમ્પિક ચેમ્પિયન લી ચોંગ વેઈ સામેની હાર બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ભારતનાચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજની જોડી પણ મેન્સ ડબલ્સની ઈવેન્ટમાં સિલ્વર જીતી હતી.ગેમ્સના ઈતિહાસની પહેલી બેડમિંટન વિમેન્સ સિંગલ્સની ઓલ ઈન્ડિયન ફાઈનલમાં સાયના અને સિંધુ વચ્ચે ભારે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો.
જેમાં આખરે સાયના નેહવાલે બાજી મારી હતી અને ૨૦૧૦ની નવી દિલ્હી ગેમ્સ બાદ કોમનવેલ્થ ગેમ્સ વિમેન્સ સિંગલ્સમાં બીજો ગોલ્ડ જીત્યો હતો. તેણે અને સિંધુએ અગાઉ મિક્સ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડજીત્યો હતો.
જોકે વર્લ્ડ નંબર વન બનેલા ભારતના કિદામ્બી શ્રીકાંતને મલેશિયાના ઓલિમ્પિક ચેમ્પિયન લી ચોંગ વેઈએ ૧૯-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૪થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વેઈનો આ ત્રીજો ગેમ્સ ગોલ્ડ છે. મેન્સ ડબલ્સમાં ભારતના સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીને ફાઈનલમાં ઈંગ્લેન્ડના માર્કસ ઈલીસ અને ક્રિસ લાન્ગ્રીજની જોડીએ ૨૧-૧૩, ૨૧-૧૬થી પરાજય આપ્યો હતો.
Post Comments
૨૦૧૯ના વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર ભારત છ સ્થળોએ નવ લીગ મેચ રમશે
ચેમ્પિયન્સ ટ્રોફી 'આઉટ' : ૨૦૨૧માં ભારતમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે
કોહલીને ખેલ રત્ન અને દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેશન
કોહલી એક તબક્કે તો ભૂલી ગયો હતો કે ધોની હરિફ ટીમને જીતાડે છે
નડાલની ડ્રીમ રન જારી : બાર્સેલોના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં સાયના અને સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં
ચેન્નાઈ સામે હવે કોઈ પણ સ્કોરને સલામત માની શકાય નહી
નીતુ સિંઘ કપૂરનું ટૂંકમાં નાને પરદે આગમન થશે
પ્રભાસ અને પૂજા હેગડે પીરિયડ રોમાન્સ ફિલ્મમાં સંગાથે
કરણ જોહરની આગામી ફિલ્મનાં એક સેટ માટે ૧૫ કરોડ ખર્ચાયો
છેવટે સોનમ કપૂરના લગ્નની તારીખની ધારણાઓનો અંત
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News