Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રશિયા પર પ્રતિબંધ જારી : ૨૦૧૮ના શિયાળુ ઓલિમ્પિક પણ ગુમાવશે

- આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનો વધુ એક કઠોર નિર્ણય

- રશિયાને ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાંથી પણ બહાર કરાયું હતુ

લુસાને, તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

સરકાર જ ખેલાડીઓને પ્રતિબંધિત ડ્રગ પુરા પાડતી હોવાના સનસનાટીભર્યા અહેવાલને પગલે છેલ્લા કેટલાક સમયથી રશિયાને ૨૦૧૬ના રિયો ઓલિમ્પિક સહિતની મોટાભાગની મેજર ઈવેન્ટ્સમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી નહતી. વાંરવારની ચિમકી છતાં રશિયાએ હજુ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીના માપદંડો અનુસારની કાર્યવાહી કરી નથી, જેના કારણે તેને આવતા વર્ષે યોજાનારા શિયાળુ ઓલિમ્પિકમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વધુ એક કડક નિર્ણય લેતા ૨૦૧૮માં સાઉથ કોરિયાના પ્યેઓંગચાંગ ખાતે યોજાનારા શિયાળુ ઓલિમ્પિકમાં રશિયાના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કારણે પ્યેઓંગચાંગ ઓલિમ્પિકમાં રશિયન રાષ્ટ્રધ્વજ જોવા નહિ મળે અને તેમનું રાષ્ટ્રગાન પણ નહિ વાગે. રશિયાના એથ્લીટ્સ સ્વતંત્ર એથ્લીટ્સ તરીકે ભાગ લઈ શકશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના આ નિર્ણયથી રશિયાને વધુ એક ફટકો પડયો છે.

Post Comments