Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોનાલ્ડોનો વધુ એક રેકોર્ડ : રિયલ મેડ્રિડે ૩-૨થી ડોર્ટમંડને હરાવ્યું

- યુનાઈટેડ, લીવરપૂલ, પોર્ટો અંતિમ-૧૬માં

- ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ

મેડ્રિડ,તા.૭ ડિસેમ્બર 2017 ગુરુવાર

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ચેમ્પિયન્સ લીગની તમામ છ ગ્રુપ સ્ટેજની મેચમાં ગોલ ફટકારવાનો અનોખો રેકોર્ડ સર્જતાં રિયલ મેડ્રિડે ૩-૨થી બુ્રસીયા ડોર્ટમંડને પરાજય આપ્યો હતો.

આ મેચમાં રોનાલ્ડોએ બે અને લુકાસ વેઝકેઝે એક ગોલ ફટકાર્યો હતો. આ સાથે રોનાલ્ડોના ગોલની સંખ્યા નવ થઈ ગઈ છે. રિયલ પહેલા જ નોકઆઉટમાં પ્રવેશ મેળવી ચૂક્યું છે.

રિયલના ગુ્રપ એચમાંથી ઈંગ્લિશ કલબ ટોટેનહામે ટોચની ટીમ તરીકે નોકઆઉટમાં સ્થાન મેળવ્યું હતુ અને તેમણે આખરી લીગ મેચમાં સાયપ્રસની એપીઓઈએલ કલબને હરાવી હતી.

 લીવરપૂલે ૭-૦થી સ્પાર્ટક મોસ્ક્વાને હરાવી હતી.જ્યારે ડોેનેટ્સે ૨-૧થી માન્ચેસ્ટર સિટીને પરાજય આપ્યો હતો. એફસી પોર્ટોએ ૫-૨થી મોનાકોને હરાવીને અંતિમ ૧૬માં પ્રવેશ મેળવ્યો હતો.

અગાઉ માન્ચેસ્ટર યુનાઈટેડે ૨-૧થી સીએસકેએ મોસ્કોને પરાજય આપીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. હાઈવોલ્ટેજ મેચમાં મોસ્કોએ ૪૫મી મિનિટે વિક્ટર વિનિસિઅસ ડોસ સાન્તોસના ગોલને સહારે અણધારી સરસાઈ મેળવી લીધી હતી. જોકે બીજા હાફમાં યુનાઈટેડે પુનરાગમન કરતાં રોમેલુ લુકાકુ અને માર્કસ રશફોર્ડના ગોલને સહારે ૨-૧થી વિજય મેળવ્યો હતો.

રાઉન્ડ ઓફ ૧૬માં ક્વોલિફાય થઈ ચૂકેલા બાયર્ન મ્યુનિચે હોમગ્રાઉન્ડ પરની મેચમાં ૩-૧થી હાઈપ્રોફાઈલ પેરિસની સેંટ. જર્માઈન કલબ (પીએસજી)ને પરાજય આપ્યો હતો.

બાયર્ન તરફથી લેવાન્ડોવસ્કીએ એક અને કોરેન્ટીન ટોલીસ્સોએ બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે પીએસજી તરફથી એકમાત્ર ગોલ કિલિયન એમ્બાપ્પેએ ફટકાર્યો હતો. બાયર્નના ચાહકોએ પીએસજીના હાઈપ્રોફાઈલ ખેલાડી નેમારની મજાક ઉડાવતા તેના તરફ ૫૦૦ યુરોની નકલી નોટો નાંખી હતી.

ચેમ્પિયન્સ લીગના અન્ય મુકાબલામાં સ્પેનિશ ફૂટબોલ કલબ બાર્સેલોનાએ ૨-૦થી સ્પોર્ટિંગ લિસ્બનને, ઈટાલીયન કલબ યુવેન્ટસે ૨-૦થી ગ્રીસની ઓલિમ્પિકોસ કલબને, એફસી બાસેલે ૨-૦થી બેન્ફિકાને, એએસ રોમાએ ૧-૦થી કારાબૅગને પરાજય આપ્યો હતો. જ્યારે ચેલ્સી અને એટ્લેટિકો મેડ્રીડ વચ્ચેનો મુકાબલો ૧-૧થી ડ્રો થયો હતો.

Post Comments