Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોજર્સ કપ : એગ્યુટને હરાવીને ફેડરરે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

- ફેડરરનો સળગં ૧૫મો વિજય : હવે નેધરલેન્ડના રોબિન હાસ સામે ટક્કર

મોન્ટ્રીયલ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર રોજર ફેડરરે આગેકૂચ જારી રાખતાં ૬-૪, ૬-૪થી સ્પેનના બૌતીસ્તા એગ્યુટને હરાવીને રોજર્સ કપ ટેનિસ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યા બાદ લાંબા બ્રેક પછી પુનરાગમન કરી રહેલા ફેડરરે આ સાથે સળંગ ૧૫મો વિજય મેળવ્યો હતો. હવે તેનો મુકાબલો નેધરલેન્ડના રોબિન હાસ સામે થશે.

ફેડરરને કારકિર્દીમાં ત્રીજી વખત રોજર્સ કપ ટાઈટલ જીતવાની આશા છે. જ્યારે ચાલુ સિઝનમાં તે કારકિર્દીનું છઠ્ઠુ ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. કેનેડાના મોન્ટ્રીયલમાં રમાઈ રહેલી રોજર્સ કપ ટેનિસ ટુર્નામેન્ટમાં કેનેડાના ડેનિસ શાપોવાલોવનો મુકાબલો જર્મનીના યુવા ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે. નેક્સ્ટ જનરેશનના આશાસ્પદ ટેનિસ ખેલાડીઓ વચ્ચેના મુકાબલા અંગે ટેનિસ જગતમાં ઈંતેજાર જોવા મળી રહ્યો છે.

નડાલને હરાવીને ખળભળાટ મચાવનારા કેનેડાના શાપોવાલોવે આગેકૂચ જારી રાખતાં ફ્રાન્સના મેન્નારિનો સામે વિજય મેળવ્યો હતો. શાપોવાલોવે ૨-૬, ૬-૩, ૬-૪થી મેન્નારીનોને હરાવ્યો હતો. જ્યારે ચોથો સીડ ધરાવતા જર્મનીના ઝ્વેરેવે ૭-૫, ૬-૪થી સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને પરાસ્ત કર્યો હતો. નેધરલેન્ડના રોબિન હાસે ૪-૬, ૬-૩, ૬-૩થી આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમેનને હરાવીને અંતિમ ચારમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ.

Post Comments