Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રણજી ક્વાર્ટર ફાઈનલ : ગુજરાત સામે બંગાળના છ વિકેટે ૨૬૧ રન

- ઇશ્વર ચૌધરીની ત્રણ અને ચિંતન ગજાની બે વિકેટ : ઇશ્વરનના ૧૨૯

- મજુમદાર (૯૪)ને સિધ્ધાર્થ દેસાઇએ આઉટ કર્યો

જયપુર,તા.૭ ડિસેમ્બર 2017 ગુરુવાર

ઈશ્વર ચૌધરીએ ત્રણ અને ચિંતન ગજાએ બે વિકેટ ઝડપતાં ગુજરાત સામે બંગાળે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં પ્રથમ દિવસની રમતના અંતે છ વિકેટે ૨૬૧ રન ફટકાર્યા હતા.

ગુજરાતની શરૃઆત આક્રમક રહી હતી અને બંગાળનો સ્કોર ૫૯/૪ થઈ ગયો હતો. આ પછી ઈશ્વરને ૧૨૯ રન અને અનુસ્તુપ મજુમદારે ૯૪ રન ફટકારતાં બંગાળની સ્થિતિ સુધારી હતી.

ડિફેન્ડિંગ રણજી ચેમ્પિયન ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલની સેવા મળી શકી નહતી. આવી સ્થિતિમાં કેપ્ટન પાર્થિવ પટેલે જયપુરમાં શરૃ થયેલી રણજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બંગાળને બેટીંગમાં ઉતાર્યું હતુ.

ગુજરાતના ફાસ્ટ બોલરો ઈશ્વર ચૌધરી અને ચિંતન ગજાએ બંગાળના ટોપ ઓર્ડરને સસ્તામાં ધરાશયી કરી દીધો હતો. ઈશ્વર ચૌધરીએ ઓપનર આર.રમન (૧), ચેટર્જી (૪) અને શ્રીવત્સ ગોસ્વામી (૪) જેવા ડેન્જરસ બેટ્સમેનને સસ્તામાં આઉટ કર્યા હતા. ચિંતન ગજાએ બંગાળના કેપ્ટન મનોજ તિવારી (૪)ને લેગબિફોર વિકેટ આઉટ કર્યો હતો. જોકે આ પછી ઈશ્વરન અને અનુસ્તુપ મજુમદારે બાજી સંભાળતાં ૧૭૫ રનની ભાગીદારી પાંચમી વિકેટમાં કરી હતી. ઈશ્વરને ૨૪૬ બોલમાં ૧૭ ચોગ્ગા સાથે ૧૨૯ રન ફટકાર્યા હતા. જ્યારે અનુસ્તુપ મજુમદારે ૧૭૭ બોલમાં ૧૧ ચોગ્ગા સાથે ૯૪ રન ફટકાર્યા હતા. યુવા સ્પિનર સિદ્ધાર્થ દેસાઈની બોલિંગમાં છગ્ગો ફટકારવાના પ્રયાસમાં મજુમદારે ક્રિઝ છોડી હતી અને ગુજરાતના વિકેટકિપર કેપ્ટન પાર્થિવ પટેલે ચતુરાઈપૂર્વક બેઈલ્સ ઉડાવી દેતા તે આઉટ થયો હતોે. આ પછી ચિંતન ગજાએ પીચ પર સેટ થયેલા બેટ્સમેન ઇશ્વરન (૧૨૯)ને સમિત ગોહેલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત સામેની ક્વાર્ટર ફાઈનલમાં બંગાળના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હાજર રહ્યો હતો.

Post Comments