Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૈના-યુવરાજને ભારતીય વન ડે ટીમમાં સ્થાન મેળવવાની આશા

- આજે શ્રીલંકા સામેની વન ડે,ટી-૨૦ની ટીમ જાહેર થઈ શકે

- ભારત-શ્રીલંકા વચ્ચે ૨૦ ઓગસ્ટે પ્રથમ વન ડે

નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

શ્રીલંકા પ્રવાસમાં ભારત પાંચ વન ડે અને એક ટ્વેન્ટી-૨૦ની શ્રેણી રમશે, જે માટેની ટીમની પસંદગી આવતીકાલે થાય તેવી શક્યતા છે. ભારતીય વન ડે ટીમમાં સ્થાન મેળવવાની આશા સુરેશ રૈના તેમજ યુવરાજ સિંઘને છે. રૈના અને ધોનીએ તો નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. જ્યારે યુવરાજ તેનું સ્થાન જાળવી રાખશે તેમ મનાય છે. ભારતીય પસંદગીકારોની મિટિંગ આવતીકાલે મળશે તે લગભગ નક્કી છે.

ભારત શ્રીલંકા પ્રવાસમાં ત્રણ ટેસ્ટની શ્રેણી બાદ વન ડે શ્રેણી રમશે, જેન પ્રથમ મુકાબલો ૨૦મી ઓગસ્ટે ખેલાશે. ભારત વન ડે અને ટી-૨૦માં વિરાટ કોહલીને આરામ આપશે તેવી અટકળો ચાલી રહી હતી, જેને ખુદ કોહલીએ વિરામ આપ્યો છે. વન ડે શ્રેણીમાં આરામ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં કોહલીએ કહ્યું કે, તમને કોણે કહ્યું કે, હું રમવાનો નથી ? મને સમજાતું જ નથી કે આ બધુ ક્યાંથી આવ્યું છે. જો તમે ન ઈચ્છતા હોવ કે હું ન રમું તો મને કહી દો. જોકે મને રમવામાં કોઈ વાંધો નથી.

ગુજરાતના અક્ષર પટેલ અને બરોડાના કૃણાલ પંડયાને પણ ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત વિકેટકિપર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમજ કેદાર જાધવ, મનીષ પાંડે, રિષભ પંત તેમજ દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ પણ ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં સામેલ છે.

ટ્વેન્ટી-૨૦માં વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે રહેલા ગુજરાતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ વન ડે અને ટી-૨૦ ટીમમાં તક આપવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત ટીમમાં જાડેજા, અશ્વિન, ભુવનેશ્વર કુમાર, શમી, ઉમેશ યાદવ જેવા બોલરોનું સ્થાન નક્કી મનાય છે. જ્યારે ઓપનિંગમાં ધવન, લોકેશ અને રહાણે નક્કી જેવા છે.

Post Comments