Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મકાઉને ૪-૧થી પરાજય આપીને ભારત એશિયન કપ ફૂટબોલ માટે ક્વોલિફાય

- ભારત આઠ વર્ષમાં પહેલી વખત એશિયન કપમાં રમશે, ક્વોલિફાઈંગમાં ભારતનો સતત ચોથો વિજય

બેંગાલુરુ,તા.૧૨ ગુરુવાર ઓક્ટોબર 2017

ભારતમાં હાલ અંડર-૧૭ ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને યુવા ખેલાડીઓ લડાયક દેખાવ કર્યો હતો. ત્યારે ભારતની સિનિયર ફૂટબોલ ટીમે પણ ઉત્સાહજનક સફળતા મેળવતા મકાઉને ૪-૧થી કચડીને એશિયન કપ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ સાથે ભારત આઠ વર્ષમાં પહેલી વખત એશિયન કપમાં ભાગ લેશે. એશિયન ફૂટબોલ કોન્ફિડરેશનની આ મેજર ટુર્નામેન્ટ વર્ષ ૨૦૧૯માં યુએઈ ખાતે યોજાશે, જેમાં એશિયાની ટોચની ટીમો વચ્ચે મુકાબલા ખેલાશે. ભારતીય ફૂટબોલ ઈતિહાસમાં આ માત્ર ચોથી ઘટના છે કે, જ્યારે ભારત એશિયન કપ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. ઈંગ્લિશ કોચ સ્ટીફન કોન્સ્ટાન્ટીન તેમજ કેપ્ટન સુનિલ છેત્રીના માર્ગદર્શનમાં ભારતે ક્વોલિફાયર્સમાં આ સતત ચોથો વિજય મેળવતા એલિટ ઈવેન્ટમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ. બેંગાલુરુમાં ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી ક્વોલિફાઈંગ ફૂટબોલ મેચમાં ભારત મકાઉ પર હાવી રહ્યું હતુ. ભારત તરફથી સૌપ્રથમ ગોલ ૨૮મી મિનિટે રોવલીન બોર્ગેસે ફટકાર્યો હતો. જોકે આ પછી મકાઉએ લડાયક દેખાવ કરતાં નિકોલાસ ટારાઓના ગોલની મદદથી મેચને ૧-૧થી બરોબરી પર લાવી દીધી હતી. આ પછી કેપ્ટન સુનિલ છેત્રીના ૬૦મી મિનિટના ગોલને સહારે ભારતને૨-૧થી સરસાઈ પ્રાપ્ત થઈ હતી. આ પછી ૭૦ મી મિનિટે ભારતીય આક્રમણને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં ડિફેન્ડર લેમ સેન્ગે પોતાના જ ગોલમાં બોલ મોકલી આપતા ભારતની સરસાઈ ૩-૧ થઈ ગઈ હતી. આખરી મિનિટોમાં જેજે લાલ્પેખ્લુવાએ ગોલ ફટકારતાં ભારતને ૪-૧થી યાદગાર વિજય અપાવ્યો હતો.

ભારત ગુ્રપમાં ટોચના ક્રમે

ભારતીય ફૂટબોલ ટીમે શાનદાર દેખાવ કરતાં ગુ્રપ એમાં ટોચનો ક્રમ મેળવતા એશિયન કપમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત ક્વોલિફાઈંગમાં સતત ચાર મેચ જીતી ચૂક્યું છે. મકાઉ સામેના ૪-૧ના વિજય અગાઉ ભારતે ૧-૦થી મ્યાનમારને, ૧-૦થી કિર્ગીઝ રિપબ્લિકને અને ત્યાર બાદ મકાઉને ૨-૦થી પરાજય આપ્યો હતો. હવે ભારતની બાકીની બે મેચો આવતા વર્ષે રમાશે. ભારતને હવે પછી ૨૦૧૮માં ૨૪ નવેમ્બરે મ્યાનમાર સામે અને ૨૭ નવેમ્બરે કિર્ગિઝસ્તાન સામે રમવાનું છે.

Post Comments