Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બરોડા અને મુંબઈ ઓલ ઈન્ડિયા ટી-૨૦ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય

રાજકોટ  : સઈદ મુસ્તાક અલી વેસ્ટ ઝોન ટી-૨૦ ટુર્નામેન્ટમાંથી ચારેય મેચ જીતનારી બરોડાની અને પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલી મુંબઈની ટીમ ઓલ ઈન્ડિયા ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ હતી. બરોડાએ આજે તેની આખરી લીગ મેચમા મહારાષ્ટ્રને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. જ્યારે ગુજરાતે ટુર્નામેન્ટમાં પહેલો વિજય મેળવતા સૌરાષ્ટ્રને ૧૧ બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી હરાવ્યું હતુ. આ હારને કારણે સૌરાષ્ટ્ર ઓલ ઈન્ડિયા લેવલની ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થઈ શક્યું નહતુ. પોઈન્ટ ટેબલમાં બરોડા ૧૬ પોઈન્ટ સાથે ટોચ પર રહ્યું હતુ. જ્યારે મુંબઈ અને સૌરાષ્ટ્રના ૮-૮ પોઈન્ટ થયા હતા. જોકે મુંબઈનો રનરેટ ૦.૦૮૦૩ હતો અને સૌરાષ્ટ્રનો રનરેટ -૦.૨૨૨ હતો, જેના કારણે મુંબઈને આગળ વધવાની તક મળી હતી.

જયવીર પરમારની ચાર વિકેટ, પ્રિયાંક પંચાલના ૭૬
ગુજરાતના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને સૌરાષ્ટ્રને બેટીંગમાં ઉતાર્યું હતુ. ગુજરાતના જયવીર પરમારે ૧૭ રનમાં ચાર, ઈશ્વર ચૌધરી-પિયુષ ચાવલાએ બે-બે વિકેટ ઝડપી હતી. વિશ્વરાજ જાડેજાએ સૌથી વધુ ૪૮ રન (૩૨ બોલ, ૩ ચોગ્ગા, ૧ છગ્ગો) રન ફટકાર્યા હતા. પ્રિયાંક પંચાલે ૫૪ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૭૬ તેમજ ભાર્ગવ મેરાઈએ અણનમ ૩૨ રન ફટકારતાં ગુજરાતે ૧૩૪ના પડકારને ૧૮.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

અતીત શેઠની ૩ વિકેટ : હુડાના ૩૪ બોલમાં ૫૭
ટોસ જીતીને બેટીંગ કરતાં મહારાષ્ટ્ર ગાયકવાડના ૩૭ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથેના ૫૨ની મદદથી છ વિકેટે ૧૭૮ રન નોંધાવી શક્યું હતુ. અતીત શેઠે ૨૧ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બરોડા તરફથી કેપ્ટન દીપક હૂડાએ ૩૪ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૫૭, સ્વપ્નિલ સિંઘે ૨૬ બોલમાં ૩૬ તેમજ વિષ્નુ સોલંકીએ ૨૧ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ ૪૨ રન ફટકાર્યા હતા. બરોડાએ ૧૮.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૯ રન નોંધાવતા મેચ જીતી લીધી હતી.

Post Comments