Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

2024માં પેરિસ અને 2028માં લૉસ એન્જલસ કરશે ઑલિમ્પિક રમતોની યજમાની

- આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક પરિષદે ઑલિમ્પિકના યજમાન દેશ જાહેર કર્યા

- લંડન બાદ ત્રીજીવાર યજમાની સંભાળનાર પેરિસ બીજું શહેર બનશે

પેરિસ, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરુવાર 
 
ફ્રાન્સની રાજધાની પેરિસની મહેનત રંગ લાવી અને તેને સફળતા મળી કે જેની પાછળ તે 12 વર્ષથી મહેનત કરી રહ્યું હતું. બુધવારે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક પરિષદ એટલે કે આઇઓસીએ સત્તાવાર રીતે વર્ષ 2014 અને વર્ષ 2018માં યોજાનાર ઑલિમ્પિક રમતના યજમાન શહેર જાહેર કરી દીધા છે. 
 
વર્ષ 2024ના ઑલિમ્પિક માટે યજમાની પેરિસ કરશે અને વર્ષ 2028ના ઑલિમ્પિક રમતો માટેની યજમાની લોસ એન્જલસને મળી છે. 
 
પેરિસ અને લોસ એન્જલસ બંને શહેરને ત્રીજીવાર ઑલિમ્પિક ખેલની યજમાની હાંસલ થઇ છે. પેરિસ લંડન બાદ ત્રણવાર ઑલિમ્પિક રમતનું આયોજન કરનાર બીજું શહેર બની જશે. લંડને 1908, 1948 અને 2012માં ઑલિમ્પિક રમતોની યજમાની સંભાળી હતી. પેરિસે વર્ષ 1990, 1924માં ઑલિમ્પિક રમતોની યજમાની કરી હતી. 
 
પેરૂની રાજધાની લીમામાં બુધવારે આયોજિત આઇઓસીના 131માં સેશનમાં વર્ષ 2024 અને 2028માં યોજાનાર ઑલિમ્પિક રમતને હોસ્ટ કરવા માટે શહેર નક્કી કરવા માટેની બેઠક કરી હતી. આ નિર્ણય મતને આધારે કરવામાં આવ્યો છે. 

Post Comments