Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાપ કોણ છે? : કોહલી સામે પાક. ફેન્સે ખરાબ વર્તન કર્યુ, શમી ભડક્યો

- પાકના ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પાક ફેન્સે ભારતીય ટીમને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા

- ધોનીએ રોષે ભરાયેલા શમીને પલટવાર કરતા રોક્યો

લંડન, તા. 19 જૂન 2017, સોમવાર 
 
પાકિસ્તાનના ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને ફેન્સ પાકિસ્તાનની જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. મેચ બાદ ખેલદિલી દર્શાવતા બંને ટીમ એકબીજાનો સપોર્ટ કરી રહી છે ત્યારે પાકિસ્તાની ફેન્સે રવિવારે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.  
 
ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની ફેન્સ ભારતીય ખેલાડીઓ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે. ભારતીય કેપ્ટન કોહલીને ખીજવી રહ્યા છે. વીડિયોમાં શમી, ધોની, કોહલી, રોહિત શર્મા જઇ રહ્યા છે આ દરમિયાન ત્યાં હાજર પાક સમર્થક પૂછી રહ્યા છે કે - બાપ કોણ છે? 
 
શમી આ સાંભળીને ભડકી ગયા. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે તેઓ ફેન્સ તરફ આવ્યા અને કંઇક બોલી રહ્યા હતા. પરંતુ, પાછળથી ધોનીએ તેમને સમજાવ્યા, ત્યાંથી શાંત કરીને તેમને ઉપર લઇ ગયા. ત્યારબાદથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. 
 
આ વીડિયોમાં ભારતીય ટીમ સાથે ખરાબ વર્તન કરનાર પાકિસ્તાની ફેન્સ સતત બૂમો પાડી રહ્યા છે. કોહલીના આવ્યા પર કોહલીને કહ્યુ કે શું થયું, તૂટી ગઇને અકડ? ત્યારે શમી તરફ જોતા કહ્યુ કે ખબર પડીને કે બાપ કોણ છે? ત્યારે શમી તેમની તરફ આગળ વધ્યા તો તેણે કહ્યુ કે જ્યારે આ લોકો અમને ખિજવે છે ત્યારે અમે કંઇ નથી કહેતા. તો જ્યારે અમે કંઇ કહી રહ્યા છીએ તો તેમણે પણ સાંભળવું જોઇએ. 

Post Comments