Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 વર્ષની ઉંમરમાં બન્યો વર્લ્ડ ચેમ્પિયન, 2020 ઑલિમ્પિક પર નજર

- છ વર્ષ મોટા ખેલાડીને હરાવીને આઇટીટીએફ વર્લ્ડ ટૂર જાપાન ઓપનનું ટાઇટલ જીત્યુ હતુ

- હરીમોતો પહેલીવાર ભારતમાં યોજાનારા આઇટીટીએફ વર્લ્ડ ટૂર ઇન્ડિયા ઓપનમાં ભાગ લેશે

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

બે વર્ષ પહેલા 12 વર્ષની ઉંમરમાં પોતાનાથી છ વર્ષ મોટા ખેલાડીને હરાવીને આઇટીટીએફ વર્લ્ડ ટૂર જાપાન ઓપનના અંડર-21 વર્ગનું ટાઇટલ જીતનાર ટેબલ ટેનિસ ખેલાડી હરીમોતો તોમોકાજૂ ભારતમાં પહેલીવાર યોજાનારા આઇટીટીએફ વર્લ્ડ ટૂર ઇન્ડિયા ઓપનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે.

વર્તમાનમાં વિશ્વના 64માં સ્થાને હાંસલ કરનાર 14 વર્ષીય હરીમોતો દુનિયાના સૌથી ચર્ચિત ટેબલ ટેનિસ ખેલાડીઓમાંથી એક છે. વિશ્વનો આ સૌથી યુવા ખેલાડી વિશ્વ ચેમ્પિયન 2015માં પોલિશ ઓપનના પહેલા રાઉન્ડમાં પહોંચતા જ આઇટીટીએફ વર્લ્ડ ટૂર પુરુષ સિંગલ્સમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયા હતા.

આ જાપાની પેડલરે કહ્યુ કે માત્ર સખત પરિશ્રમ જ તમને શ્રેષ્ઠ ખેલાડી બનાવી શકે છે. હું સમગ્રપણે પોતાના રમત માટે સમર્પિત છું. હું ટેબલ ટેનિસ સિવાય બીજું કંઇ વિચારી જ નથી શકતો. જો કે તોમાકાજૂએ પાંચ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં અંડર-21 વર્ગમાં હૉંગકોંગના સિયૂ હેંગ લામ સામે 2-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

હરીમોતોએ કહ્યુ કે મારા કોચે મને શિખવાડ્યુ છે કે પ્રત્યેક મેડલ તમારા માટે છે. હાર શબ્દ મારી ડિક્શનરીમાં નથી. તેમણે કહ્યુ કે વર્ષ 2020માં ઑલમ્પિક મારા શહેર ટોક્યોમાં યોજાઇ રહ્યુ છે. અને તેમાં હું ગોલ્ડ મેડલ હાંસલ કરવા ઇચ્છું છુ.

Post Comments