Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આવતીકાલથી ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ : ફેડરર ટાઈટલ જાળવવા ફેવરિટ

- વર્લ્ડ નંબર વન નડાલ અને યોકોવિચની સાથે ઝ્વેરેવ-કિર્ગીઓસ પર પણ નજર

- વિમેન્સ સિંગલ્સમાં હાલેપ, કેર્બર, વિનસ અને શારાપોવા પર નજર

મેલબોર્ન,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

ટેનિસની નવી સિઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લમ ચેમ્પિયનશીપ - ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ તારીખ ૧૫મી જાન્યુઆરીથી મેલબોર્ન પાર્કમાં થશે. મેન્સ સિંગલ્સમાં મોટાભાગના ટોચના સ્ટાર્સ ફિટનેસ અને ફોર્મની સમસ્યાની સામે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્વિસ લેજન્ડ ટાઈટલ જાળવી રાખવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. જ્યારે વિમેન્સ સિંગલ્સમાં સેરેના વિલિયમ્સની ગેરહાજરીમાં સિમોના હાલેપ, જર્મનીની કેર્બર, અમેરિકાની વિનસ વિલિયમ્સ અને રશિયન ગ્લેમર ગર્લ શારાપોવા જેવી ખેલાડીઓ પર બધાની નજર રહેશે.

નડાલ, યોકોવિચ, વાવરિન્કાને ફોર્મ-ફિટનેસની સમસ્યા
ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરરને પડકારી શકે તેવા વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલ, ભૂતપૂર્વ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચ તેમજ સ્વિસ ખેલાડી વાવરિન્કા ફોર્મ અને ફિટનેસની સમસ્યાથી પરેશાન છે. નડાલે સફળતાપૂર્વક પુનરાગમન કર્યું છે, પણ તે ખાસ ફોર્મ બતાવી શક્યો નથી. જ્યારે યોકોવિચનો દેખાવ સારો રહ્યો હતો, પણ તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં કેવું રમે છે,તેના પર બધાની નજર છે. ૩૦ વર્ષીય યોકોવિચ છ વખત અને ૩૧ વર્ષીય નડાલ એક વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂક્યો છે. ૨૦૧૪ના ચેમ્પિયન વાવરિન્કાએ ઈજાના દર્દ સાથે રમવાનું નક્કી કર્યું છે.

ફેડરર ફિટનેસ અને ફોર્મ પુરવાર કરી ચૂક્યો છે
સ્વિત્ઝર્લેન્ડનો લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરર ૩૬ વર્ષની ઉંમરે કારકિર્દીનું ૨૦મું ગ્રાન્ડ સ્લેમ જીતવા તરફ મીટ માંડી રહ્યો છે. ફેડરરે ગત વર્ષે જબરજસ્ત દેખાવ કરતાં ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન ટાઈટલ જીત્યા હતા.ફેડરરને હવે છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતવાની આશા છે. ફેડરર વર્લ્ડ રેન્કિંગમાં હાલ બીજા ક્રમે છે અને તેનું ફોર્મ જોતા ચાલુ વર્ષે જ તે વર્લ્ડ નંબર વનનો તાજ ફરી હાંસલ કરી લેશે તેમ મનાય છે.

વિમેન્સ સિંગલ્સમાં ભારે રસપ્રદ મુકાબલો જોવા મળશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન સેરેના વિલિયમ્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા માટે યુવા ખેલાડીઓ વચ્ચે જંગ જામશે. હાલની વર્લ્ડ નંબર વન રોમાનીયન ખેલાડી હાલેપ ટાઈટલ જીતવાની દાવેદાર છે. જોકે તેની રાહ આસાન નહી રહે. જર્મનીની કેર્બેર, ચેક રિપબ્લીકની પ્લીસકોવા, અમેરિકાની સેરેના વિલિયમ્સ પણ તેની મુશ્કેલીઓ વધારી શકે છે.

ઝ્વેરેવ, કિર્ગીઓસ તેમજ શાપોવાલોવ આકર્ષણ જમાવશે
ટેનિસમાં જનરેશન નેક્સ ટેનિસ સ્ટાર પોતાના પર્ફોમન્સથી આગવી ઓળખ ઉભી કરી ચૂક્યા છે. જેના કારણે હવે તેઓ કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે ફેવરિટ મનાય છે. જર્મનીનો યુવા ખેલાડી ઝ્વેરેવ, ઓસ્ટ્રેલિયાનો યુવા સ્ટાર કિર્ગીઓસ તેમજ કેનેડાનો શાપોવાલોવ ઓસ્ટ્રેલિયન ઓપનમાં બીગ અપસેટર તરીકે ઉભરી આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કિર્ગીઓસ તો ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ ટુર્નામેન્ટ જીતીને ફોર્મ બતાવી ચૂક્યો છે.

Post Comments