Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓસી. ઓપનના ડ્રો જાહેર : ફેડરર, યોકોવિચ અને ઝવેરેવ એક જ હાફમાં

- નડાલના હાફમાં આઇસનર, સિલીક, ડિમિટ્રોવ, કિર્ગીઓસ અને સોંગા

- વિમેન્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સેરેના ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે

મેલબોર્ન,તા.૧૧ જાન્યુઆરી 2018 ગુરુવાર

ટેનિસની નવી સિઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ તારીખ ૧૫મી જાન્યુઆરીને સોમવારથી શરૃ થવા જઈ રહી છે. આ મેજર ટુર્નામેન્ટની ડ્રો સેરેમની આજે મેલબોર્ન પાર્કમાં યોજાઈ હતી. મેન્સ સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને સેકન્ડ સીડ ધરાવતા રોજર ફેડરરની રાહ મુશ્કેલ બનશે તેમ લાગી રહ્યું છે. જ્યારે વર્લ્ડ નંબર વન સ્પેનિશ સ્ટાર નડાલના ફોર્મ અને ફિટનેસની કપરી કસોટી થશે.  વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર નડાલનો પ્રથમ રાઉન્ડનો મુકાબલો ડોમિનીક રિપબ્લીકના વિક્ટર એસ્ટ્રેલા બુર્ગોસ સામે થશે. જ્યારે ફેડરરની પ્રથમ ટક્કર સ્લોવેનિયાના અલજાઝ બેડેન સામે થવાની છે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન અને ૧૪મો સીડ ધરાવતા સર્બિયાના યોકોવિચને પહેલા રાઉન્ડમાં અમેરિકાના ડોનાલ્ડ યંગનો સામનો કરવો પડશે.

નડાલના ફિટનેસ અને ફોર્મની કસોટી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરર અને નડાલ બંનેની રાહ મુશ્કેલ લાગી રહી છે. ટોપ હાફમાં સ્થાન ધરાવતા નડાલના હાફમાં ક્રોએશિયાનો મરીન સિલીક, ઓસ્ટ્રેલિયાનો યુવા સ્ટાર નિક કિર્ગીઓસ, બુલ્ગારિયાનો ડિમિટ્રોવ, ફ્રાન્સનો સોંગા, અમેરિકાનો જોન આઈસનર છે, જે અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે.

ફેડરર માટે ફાઈનલની રાહ મુશ્કેલ
જ્યારે નડાલ કરતાં ફેડરરનો હાફ વધુ મુશ્કેલ જણાઈ રહ્યો છે. ફેડરરને ત્રીજા જ રાઉન્ડમાં કેનેડાના રાઓનિકનો કે ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટનો સામનો કરવો પડી શકે છે. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં તેની સામે બેલ્જીયમનો ડેવિડ ગોફિન, ચેક રિપબ્લિકનો ટોમસ બર્ડિચ કે પછી આર્જેન્ટીનાનો ડેલ પોટ્રો આવી શકે છે. ફેડરર આગેકૂચ જારી રાખીને સેમિ ફાઈનલમાં પહોંચે તો તેની સામે સર્બિયાનો યોકોવિચ કે જર્મનીનો યુવા ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવ, સ્વિત્ઝર્લેન્ડનો વાવરિન્કા કે પછી ઓસ્ટ્રીયાનો ડોમિનીક થીએમ હોઈ શકે છે. ઝ્વેરેવ અને યોકોવિચ વચ્ચે ત્રીજા રાઉન્ડમાં સંભવિત ટક્કર થઈ શકે છે.

ડ્રો સેરેમનીમાં શારાપોવાની હાજરીથી વિવાદ
ઓસ્ટ્રેલિયન ઓપનની ડ્રો સેરેમનીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ ટ્રોફી લઈને હાજરી આપતા હોય છે. મેન્સ સિંગલ્સ ચેમ્પિયન ફેડરર તો ટ્રોફી સાથે ઉપસ્થિત રહ્યો હતો, પણ ડિફેન્ડિંગ વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન સેરેના વિલિયમ્સની ગેરહાજરીમાં ટ્રોફી સાથે સ્ટેડિયમમાં પ્રવેશવાનું ગૌરવ રશિયાની ટેનિસ સ્ટાર શારાપોવાને આપવામાં આવ્યું હતુ, જેના કારણે વિવાદ થયો હતો. બે વર્ષ પહેલા શારાપોવાનો ડોપ ટેસ્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં જ પોઝિટીવ આવ્યો હતો અને તે પછી આયોજકોએ તેને એટલું મોટુ સન્માન આપ્યું તેની ટેનિસ જગતમાં ઉગ્ર ટીકા થઈ હતી.

વિમેન્સ સિંગલ્સમાં હાલેપ-શારાપોવા પર નજર
ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ્સની ડિફેન્ડિંગ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ તાજ જાળવવા માટે સ્પર્ધામાં ઉતરવાની નથી. આવી સ્થિતિમાં વર્લ્ડ નંબર વન રોમાનિયન ખેલાડી સિમોના હાલેપ પર બધાની નજર રહેશે. રશિયાની કમબેક ક્વિન શારાપોવા પર પણ બધાની નજર રહેશે. જર્મનીની કેર્બર, આઠમો સીડ ધરાવતી કારોલીના ગાર્સીયા અને મેડીસન કિ પર પણ બધાની નજર રહેશે.

Post Comments