Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેહરા ન્યુઝિલેન્ડ સામેની પ્રથમ ટ્વેન્ટી-૨૦ રમીને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી નિવૃત્તિ લેશે

- ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે તારીખ ૧લી નવેમ્બરે શ્રેણીની પ્રથમ ટી-૨૦ રમાશે

- અઝરૃદ્દિનની કેપ્ટન્સીમાં નહેરા ૧૯૯૯માં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો

નવી દિલ્હી,તા.૧૧ ઓક્ટોબર બુધવાર 2017

૩૮ વર્ષીય ભારતીય ફાસ્ટ બોલર આશીષ નેહરાએ ન્યૂઝિલેન્ડ સામે તારીખ ૧ નવેમ્બરે રમાનારી ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-૨૦ રમીને નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ લીધો છે. ભારતીય પંસદગીકારો નેહરાને ટ્વેન્ટી-૨૦ના એક્સપર્ટ તરીકે આ ફોર્મેટમાં તક આપતાં રહ્યા છે અને નેહરાએ નવી દિલ્હીના કોટલા મેદાન પર કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને વિદાય લેવાનું આયોજન કર્યું છે. નેહરા હાલમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી-૨૦માં ભારતીય ટીમમાં સામેલ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક સિનિયર ઓફિસિઅલે આ અંગેનો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતુ કે, ૩૮ વર્ષના નેહરાએ તેના નિવૃત્તિના નિર્ણયની જાણ ભારતીય કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને કરી દીધી છે. આઇસીસીએ હજુ સુધી ૨૦૧૮ના આઇસીસી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની યજમાની કોઈને સોંપી નથી, જેના કારણે આ ટુર્નામેન્ટ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. નેહરાએ આ બાબતને ધ્યાનમાં રાખીને જણાવ્યું છે કે, હવે કોઈ યુવા ખેલાડીને મારા સ્થાને તક આપવામાં આવે તો તે યોગ્ય લેખાશે.

સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે, નેહરા હવે આવતા વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમવાનો નથી. નેહરાએ નિવૃત્તિની જાહેરાત કરતાં કોચ અને કેપ્ટન સહિત ટીમ મેનેજમેન્ટને આશ્ચર્ય થયું હતુ. તેઓ વિચારતાં હતા કે, તે ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારી શ્રીલંકા સામેની શ્રેણી સુધી રમતો રહેશે. જોકે તેણે નિવૃત્તિનો નિર્ણય લઈ લીધો છે. તેને ભારતની ટી-૨૦ ટીમમાં પસંદ તો કરવામાં આવ્યો હતો. જોકે ટીમ મેનેજમેન્ટે તેને શરૃઆતની બે વન ડેમાં પ્લેઈંગ ઈલેવનમાં ઉતાર્યો નહતો.

નેહરા : ફેક્ટ ફાઈલ
-    ટેસ્ટ    વન ડે     ટી-૨૦
મેચ    ૧૭    ૧૨૦    ૨૬
રન કર્યા    ૭૭    ૧૪૧    ૨૮
વિકેટ    ૪૪    ૧૫૭    ૩૪
ટેસ્ટ પ્રવેશ : ફેબુ્રઆરી, ૧૯૯૯માં શ્રીલંકા સામે, કોલંબો
વન ડે પ્રવેશ : ૨૪ જુન, ૨૦૦૧માં ઝિમ્બાબ્વે સામે હરારે
ટી-૨૦ પ્રવેશ : ૯ ડિસેમ્બર, ૨૦૦૯માં શ્રીલંકા સામે નાગપુર

Post Comments