Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્યારેય વિચાર્યું નહતુ કે, ભારતીય ટીમનો કેપ્ટન બનીશ : કોહલી

- જવાબદારીએ મને વધુ સારો ક્રિકેટર બનાવ્યો છે

- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તા.૧૫ જાન્યુઆરીએ પ્રથમ વન ડે

નવી દિલ્હી,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
ટેસ્ટ બાદ વન ડે અને ટી-૨૦માં પણ ભારતીય ટીમના કેપ્ટન જાહેર થયેલા વિરાટ કોહલીએ નિખાલસતાથી કહ્યું હતુ કે, તેણે ક્યારેય વિચાર્યુ સુદ્ધા નહતું કે, હું એક દિવસ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનીશ. ટેસ્ટ કેપ્ટન બનવાનો અનુભવ મારી પાસે છે અને મને લાગે છે કે, જવાબદારીએ મને વધુ સારો ક્રિકેટર બનાવ્યો છે. હું ભારતીય ક્રિકેટને વધુ ઊંચાઈએ પહોંચાડવાનો પ્રયાસ કરીશ. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તા. ૧૫મી જાન્યુઆરીએ પ્રથમ વન ડે રમાશે અને આ સાથે કોહલી વન ડેના કેપ્ટન તરીકે સૌપ્રથમ વખત જવાબદારી સંભાળશે.

કોહલીએ એક પ્રમોશનલ ઈવેન્ટમાં મંદિરા બેદી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, હું જુનિયર ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છું. જોકે ભારતની સિનિયર ટીમનું સુકાન સંભાળવું એ તદ્દન ભિન્ન બાબત છે. આ એક હોટ સીટ છે, જ્યાં તમારા વખાણ પણ થાય છે, તમે બધાનું ધ્યાન ખેંચો છો અને સાથે સાથે તમે ટીકાપાત્ર પણ બનો છે. જવાબદારીને કારણે મારી ક્રિકેટર તરીકેની કારકિર્દીને નિખાર મળ્યો છે. તેની સાથે સાથે હું એક વધુ સારો વ્યક્તિ પણ બન્યો છું. હું આ તકને ઝડપી લેવા માટે તૈયાર છું.

ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરવી મુશ્કેલ નથી તેમ જણાવતા કોહલીએ કહ્યું કે, હું ટીમને વધુ આગળ લઈ જવા માગુ છુ. કેપ્ટને તેની આસ-પાસના ખેલાડીઓની કુશળતાઓ અને નબળાઈઓથી સારી રીતે વાકેફ રહેવું જોઈએ. મારા માટે આ જવાબદારી ભારરૃપ નથી.
 

Post Comments