Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નડાલ અને યોકોવિચની આગેકૂચ થિએમ અને આઇસનર બહાર ફેંકાયા

- બર્ડિચનો ૬-૧, ૩-૬, ૬-૭ (૫-૭)થી શાપોવાલોવ સામે પરાજય

- કોલ્સચેઈબેરે અમેરિકાના જેક સોકને હરાવ્યો

રોમ,તા.16 મે 2018,બુધવાર

મોન્ટે કાર્લો અને બાર્સેલોનામાં રેકોર્ડ બ્રેકિંગ ટાઈટલ જીત્યા બાદ સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલને મેડ્રીડમાં ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. જોકે રોમમાં શરૃ થયેલી ક્લે કોર્ટ પરની માસ્ટર્સ ટુર્નામેન્ટમાં નડાલે વિજયી શુભારંભ કરતાં ૬-૧, ૬-૦ થી બોસ્નીયાના ડામીર ઝુમ્હુરને હરાવ્યો હતો. આ સાથે નડાલે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે પોઝિટીવ શરૃઆત કરી છે. તેણે બીજા રાઉન્ડમાં જ્યોર્જીયાના બાસીલાશ્વીલીને ૬-૪,૬-૨થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું હતુ.

જોકે રોમ માસ્ટર્સમાં ત્રીજા જ દિવસે મેજર અપસેટ જોવા મળ્યા હતા. મેડ્રીડ ઓપનમાં ફાઈનલ સુધીની સફર ખેડનારા ઓસ્ટ્રીયાના ડોમિનીક થિએમને ઈટાલીના ફાબિયો ફોગ્નીનીએ ૬-૪, ૧-૬, ૬-૩થી હરાવ્યો હતો. સ્પેનના રોમોસ વિનોલાસે ૬-૭ (૫-૭), ૭-૬ (૭-૨), ૭-૬ (૭-૫)થી અમેરિકાના આઠમો સીડ ધરાવતા જોન આઈસનરના પડકારનો અંત આણ્યો હતો. જ્યારે જર્મનીના કોલ્ચચેઈબેરે ૧૩મો સીડ ધરાવતા અમેરિકાના જેક સોકને ૬-૪,૬-૩થી પછડાટ આપી હતી.

ચેક રિપબ્લિકની ટોમસ બર્ડિચને ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી મેચમાં કેનેડાના શાપોવાલોવે હરાવ્યો હતો. મેડ્રીડમાં સેમિ ફાઇનલ સુધીની સફર ખેડનારા કેનેડાના પ્રતિભાશાળી યુવા ખેલાડીએ બર્ડિચ સામે ૧-૬, ૬-૩, ૭-૬ (૭-૫)થી જીત મેળવી હતી. ૧૬મો સીડ ધરાવતા ફ્રાન્સના લુકાસ પાઉલેએ ઈટાલીના એન્ડ્રે સેપ્પીને ૬-૨, ૩-૬, ૭-૬ (૭-૩)થી હરાવ્યો હતો.

Post Comments