Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એન્ડરસન સામે ભારે સંઘર્ષ બાદ ફેડરર હારતાં મેજર અપસેટ

- ક્વાર્ટર ફાઇનલના પરાજયથી ફેડરરનું નવમું વિમ્બલ્ડન ટાઈટલ જીતવાનું સ્વપ્ન રોળાયું

- આજે વિમેન્સની સેમિ ફાઇનલ

લંડન,તા.11 જૂલાઇ 2018 બુધવાર

આઠમો ક્રમાંક ધરાવતા સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસને સ્વિસ લેજન્ડ ફેડરરને ૨-૬, ૬-૭ (૫-૭), ૭-૫, ૬-૪, ૧૩-૧૧થી ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં મેજર અપસેટ સર્જ્યો હતો. ૩૬ વર્ષના ડિફેન્ડિંગ ચેમ્પિયન ફેડરરની હાર સાથે તેનું નવમી વખત વિમ્બલ્ડન ટાઈટલ જીતવાના સ્વપ્ન રોળાઈ ગયું હતુ. જ્યારે એન્ડરસને ત્રીજા સેટમાં મેચ પોઈન્ટ બચાવતા ધમાકેદાર પુનરાગમન કર્યંન હતુ અને કારકિર્દીનો યાદગાર વિજય મેળવ્યો હતો. વિમ્બલ્ડનની અન્ય ક્વાર્ટર ફાઈનલમાં સર્બિયાના યોકોવિચે ૬-૩, ૩-૬, ૬-૨, ૬-૨થી જાપાનના નિશિકોરીને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ. 

ફેડરર અને એન્ડરસન વચ્ચેની ચાર કલાક અને ૧૪ મિનિટ ચાલેલી ક્વાર્ટર ફાઈનલ ઓલ ટાઈમ ક્લાસિક મેચોમાં સ્થાન મેળવે તેવી બની રહી હતી. તેમાંય પાંચમા અને આખરી સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. ફેડરરની સરસાઈ અને એન્ડરસનના જોરદાર ફાઈટ બેક બાદ આખરે ૨૩મી ગેમમાં ફેડરરના ડબલ ફોલ્ટ થયા હતા અને એન્ડરસન તેની સર્વિસ બ્રેક કરવામાં સફળ રહ્યો હતો અને ત્યાર બાદ તેણે જીત મેળવી લીધી હતી.

એન્ડરસને ત્રીજા સેટમાં મેચ પોઈન્ટ બચાવ્યો :સવા ચાર કલાકની લડત બાદ જીત્યો
 

Post Comments