Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કિર્ગીયોસને ચાલુ મેચમાંથી ખસી જવા બદલ ૪૦ હજાર ઇંનો દંડ

- પ્રથમ સેટ ટાઈબ્રેકરમાં હારતા કિર્ગીયોસે મેચ છોડી દીધી

- કિર્ગીયોસ ડોક્ટરી તપાસ માટે હાજર ન થયો

 શાંઘાઈ,તા.૧૧ ઓક્ટોબર બુધવાર 2017

ઓસ્ટ્રેલિયાના યુવા ટેનિસ સ્ટાર કિર્ગીયોસને શાંઘાઈ માસ્ટર્સમાં પ્રથમ રાઉન્ડની મેચ અધુરી છોડીને જતાં રહેવા બદલ આયોજકોએ ૪૦ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ૨૧ લાખ રૃપિયા)નો દંડ ફટકાર્યો છે. કિર્ગીયોસે મેચ છોડયાના કલાક બાદ સોશિયલ નેટવર્ક પર ખુલાસો કર્યો હતો, કે તેને પેટમાં દુ:ખાવો થતો હતો અને તેની ખભાની ઈજા તેને પરેશાન કરી રહી હતી. જોકે આ ખુલાસો તેણે ટ્વિટર પર કર્યો હતો.

એટીપીના નિયમ અનુસાર જો કોઈ ખેલાડી મેચ અધુરી છોડે તો તેને ડોક્ટરી તપાસ માટે હાજર થવું પડે છે. જોકે કિર્ગીયોસ આ માટે પણ હાજર થયો નહતો, જેના કારણે એટીપીએ તેને ખેલદિલી રહીત વર્તન બદલ આશરે ૧૩,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત શાંઘાઈમાં રમવા બદલ તેને મળનારી ૨૭,૦૭૧ ઓસ્ટ્રેલિયન ડોલરની રકમ પણ તેને ચૂકવવામાં નહિ આવે.

જોકે ટેલિવિઝન ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ દર્શાવે છે કે, કિર્ગીયોસ સ્ટેડિયમમાં તેના દેશના કેટલાક ચાહકો બેઠા હતા, તેમને કહી રહ્યો હતો કે, જો તે પ્રથમ રાઉન્ડમાં હારી જશે તો તે આ મેચ છોડી દેશે. અહી પણ તેણે ચેર અમ્પાયર મર્ફીના નિર્ણયો સામે વિરોધ નોંધાવ્યો હતો.

Post Comments