Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુલદીપની ૨૫ રનમાં છ વિકેટ : ઈંગ્લેન્ડ ૨૬૮માં ઓલઆઉટ

પ્રથમ વન-ડે બટલર (૫૩) અને સ્ટોક્સ (૫૦) વચ્ચે ૯૩ રનની ભાગીદારી : ઉમેશ યાદવની બે વિકેટ

નોટિંગહામ,તા. 12 જૂલાઇ 2018 ગુરુવાર

ભારતના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે માત્ર ૨૫ રન આપીને છ વિકેટ ઝડપીને સપાટો બોલાવતા બેટીંગ ફ્રેન્ડલી પીચ પરની પ્રથમ વન ડેમાં ઈંગ્લેન્ડની ઈનિંગ ૨૬૮ રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી લડત આપવાનો પ્રયાસ કરતાં સ્ટોક્સ અને બટલરે અડધી સદીઓ ફટકારવાની સાથે ૯૩ રનની ભાગીદારી કરી હતી. તે બંનેના સંઘર્ષનો અંત પણ કુલદીપ યાદવે જ આણ્યો હતો. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને બેટીંગમાં ઉતાર્યું હતુ. રોય અને બારિસ્ટોએ ૭૩ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી, પણ ત્યાર બાદ બોલિંગ આક્રમણમાં આવેલા કુલદીપે ત્રણ અને ચહલે એક વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડે માત્ર ૩૨ રનના ગાળામાં ચાર વિકેટ ગુમાવી હતી.

કુલદીપ યાદવ
૧૦-૦-૨૫-૬
- વન ડેમાં રિસ્ટ સ્પિનરનો શ્રેષ્ઠતમ દેખાવ.
- ઈંગ્લેન્ડની ભૂમિ પર ભારતીય સ્પિનરનો શ્રેષ્ઠ દેખાવ
- વન ડેમાં ઈંગ્લેન્ડ સામે સ્પિનરનો શ્રેષ્ઠ દેખાવ.
- ભારતના વન ડે ઈતિહાસમાં ચોથા ક્રમની શ્રેષ્ઠ બોલિંગ ફિગર્સ.

ઈંગ્લેન્ડ

 

રન

બોલ

રોય કો.ઉમેશ બો.કુલદીપ

૩૮

૩૫

બારિસ્ટો એલબી બો.કુલદીપ

૩૮

૩૫

રૃટ એલબી બો.કુલદીપ

મોર્ગન કો.રૈના બો.ચહલ

૧૯

૨૦

સ્ટોક્સ કો.કૌલ બો.કુલદીપ

૫૦

૧૦૩

બટલર કો.ધોની બો.કુલદીપ

૫૩

૫૧

અલી કો.કોહલી બો.યાદવ

૨૪

૨૩

વિલી કો.રાહુલ બો.કુલદીપ

રાશિદ કો.પંડયા બો.ઉમેશ

૨૨

૧૬

પ્લન્કેટ્ટ રનઆઉટ

૧૦

વૂડ અણનમ


વધારાના (લેગબાય ૫, વાઈડ ૫)    ૧૦
કુલ ૪૯.૫ ઓવરમાં ઓલઆઉટ    ૨૬૮
વિકેટનો ક્રમ : ૧-૭૩ (રોય, ૧૦.૨), ૨-૮૧ (રૃટ, ૧૨.૧), ૩-૮૨ (બારિસ્ટો, ૧૨.૫), ૪-૧૦૫ (મોર્ગન, ૧૯.૨), ૫-૧૯૮ (બટલર, ૩૮.૬), ૬-૨૧૪ (સ્ટોક્સ, ૪૪.૧), ૭-૨૧૬ (વિલી, ૪૪.૬), ૮-૨૪૫ (અલી, ૪૭.૪), ૯-૨૬૧ (રાશિદ, ૪૯.૨), ૧૦-૨૬૮ (પ્લન્કેટ્ટ, ૪૯.૫) બોલિંગ : ઉમેશ ૯.૫-૦-૭૦-૨, કૌલ ૧૦-૦-૬૨-૦, ચહલ ૧૦-૦-૫૧-૧, હાર્દિક પંડયા ૭-૦-૪૭-૦, કુલદીપ ૧૦-૦-૨૫-૬, રૈના ૩-૧-૮-૦.

Post Comments