Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શમી પર સકંજો વધશે : કોલકાતા પોલીસ BCCI પાસે જવાબ માંગશે

- શમી સાઉથ આફ્રિકાથી દુબઇ ગયો હતો ? : પત્ની હસિને લગાવેલા આરોપો અતિ ગંભીર

કોલકાતા, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી વધતી જાય છે. તેની પત્ની હસિન જહાંએ શમી પર જુદી જુદી ફોજદારી કલમો લાગે તેવા આરોપો મૂક્યા છે. જેમાં એક આરોપ એવો હતો કે શમીના મોબાઇલ ફોન પરથી તે સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસેથી પરત આવી હતી ત્યારે શમીએ દુબઇ રોકાઇ જવાનું પસંદ કર્યું હતું. હસિના કહે છે કે ફોનના રેકોર્ડ - ફોટા પ્રમાણે શમી દુબઇમાં એક પાકિસ્તાની યુવતી જોડે રહ્યો હતો. આ યુવતીએ તેને અમુક રકમ પણ આપી હતી. તે પાકિસ્તાનની યુવતી જોડે લગ્ન પણ કરવાનો ઈરાદો ધરાવતો હતો.

આના આધારે શમીએ કોલકાતા પોલીસને જણાવ્યું હતું કે જે મારી જોડે છેતરપીંડી કરી શકે તે દેશ માટે પણ ઈમાન વેચી શકે. હસિનની આવી ફરિયાદના પગલે કોલકાતા પોલીસે ભારતીય ક્રિકેટ બોર્ડની પાસેથી એવો ખુલાસો માંગ્યો છે કે શમી સાઉથ આફ્રિકાના પ્રવાસેથી અન્ય ખેલાડી જોડે પરત આવ્યો હતો ? જો દુબઇ ગયો હતો તો આ માટેનું કારણ તેણે બોર્ડને શું આપ્યું હતું ?

શમી પર આરોપો થતા તે ઉત્તર પ્રદેશ તેના વતન ચાલ્યો ગયો છે જ્યારે હસિન તેઓ લગ્ન પછી જ્યાં સ્થાયી થયા હતા તે  કોલકાતામાં  છે. કોલકાતા પોલીસ શમી પરના આરોપોને જુદી જુદી રીતે ફ્રેમ કરવા તરફ આગળ ધપી રહી છે જેમાં પત્ની સાથે દગાખોરી, શારીરિક-માનસિક યાતના અને દેશ પ્રત્યેની વફાદારી સામે પણ સવાલ ખડા થાય તેમ છે અને આ ચાર્જ ફ્રેમ થશે તો બિન જામીન પાત્ર ગુનો બને છે.

દરમિયાન શમીની પત્ની હસિને મીડિયાને જણાવ્યું છે કે જો શમી સામેના આરોપો મેં જાહેરમાં મૂક્યા ના હોત તો મને છૂટાછેડા આપી દેત. ખરેખર તો મેં તેને તેની આવી હરકતો શરૃમાં ખબર પડી ત્યારે અટકી જવા કહ્યું હતું પણ તે સુધર્યો ન હતો. હવે જ્યારે પોલ ખુલ્લી પડી છે ત્યારે તે સમાધાન કરીને ફરી ઘર સ્થિર કરવા માંગે છે.

Post Comments