Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોહલી વર્લ્ડ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં બીજા ક્રમે

- વર્લ્ડ નંબર વન બેટ્સમેન સ્મિથ અને કોહલી વચ્ચે ૪૫ પોઈન્ટનું અંતર: પુજારા ચોથા સ્થાને

દુબઈ,તા.૭ ડિસેમ્બર 2017 ગુરુવાર

શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં બે બેવડી સદીઓ સાથે ૬૧૦ રન ખડકનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઇસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં બીજું સ્થાન આપવામાં આવ્યું છે. કોહલીએ તેના શાનદાર પર્ફોમન્સને સહારે ત્રણ સ્થાનનો કુદકો લગાવતા ટેસ્ટ વિશ્વના સેકન્ડ બેસ્ટ બેટ્સમેન તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે. હવે કોહલી અને ટેસ્ટના વર્લ્ડ નંબર વન બેટ્સમેન સ્ટીવ સ્મિથ વચ્ચે માત્ર ૪૫ પોઈન્ટ્સનું અંતર જ છે. આઇસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ટોપ-૧૦માં કોહલી ઉપરાંત ભારતના ચેતેશ્વર પુજારાએ સ્થાન જાળવ્યું છે અને હાલમાં તે ચોથા ક્રમે છે.

કોહલીએ આ સાથે ત્રણેય ફોર્મેટમાં બેટ્સમેન તરીકેનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે. તે વન ડે અને ટી-૨૦માં પહેલેથી જ નંબર વનના સ્થાને છે અને હવે તે ટેસ્ટ ક્રિકેટમાં તેણે બીજું સ્થાન હાંસલ કરીને પોતાની સર્વોપરિતા સાબિત કરી દીધી છે. કોહલીને ટેસ્ટમાં આઇસીસીએ ૮૯૩ રેટિંગ પોઈન્ટ્સ આપ્યા છે.

જ્યારે સ્ટીવ સ્મિથના રેટિંગ પોઈન્ટ્સ ૯૩૮ છે. ત્રીજું સ્થાન ઈંગ્લેન્ડના કેપ્ટન રુટને મળ્યું છે, જેના રેટિંગ પોઈન્ટ્સ ૮૭૯ છે અને ચોથા ક્રમે પુજારા ૮૭૩ પોઈન્ટ્સની સાથે છે. કોહલી હવે આ સ્થાન કેટલો સમય ટકાવી શકે છે તે જોવાનું રહેશે, કારણ કે હાલમાં એશિઝ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે અને તેની ત્રણ ટેસ્ટ બાકી છે, જ્યારે ન્યુઝીલેન્ડ વિન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. ભારત હવે આવતા વર્ષના પ્રારંભે સાઉથ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ મેચ રમવાનું છે.

ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગના ટોપ-૧૦માં ભારતના બે બેટ્સમેન છે, જ્યારે ટેસ્ટ બોલર્સ ટોપ-૧૦માં પણ ભારતના બે ખેલાડીઓ સ્થાન ધરાવે છે. એક સમયે દુનિયાના ટોચના બે સ્થાન પર કબજો જમાવનારી ભારતીય સ્પિન જોડી - રવિન્દ્ર જાડેજા અને આર.અશ્વિનને હાલમાં ટેસ્ટ બોલર્સમાં ત્રીજો અને ચોથો ક્રમ આપવામાં આવ્યો છે. જાડેજાના રેટિંગ પોઈન્ટ્સ ૮૭૦ છે, જ્યારે અશ્વિનના રેટિંગ પોઈન્ટ્સ ૮૨૯ છે. હાલમાં ટેસ્ટના નંબર વન બોલર તરીકેનું સ્થાન ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન ધરાવે છે. જેનું રેટિંગ ૮૯૪ છે. આ પછી બીજું સ્થાન સાઉથ આફ્રિકાના રબાડાને (૮૭૬ રેટિંગ) આપવામાં આવ્યું છે.

ઓલરાઉન્ડર ટેસ્ટ પ્લેયર તરીકે ટોચનો ક્રમ બાંગ્લાદેશના શાકીબને મળ્યું છે અને તેના રેટિંગ પોઈન્ટ્સ ૪૩૮ છે. જ્યારે બીજા ક્રમે રવિન્દ્ર જાડેજાને ૪૧૫ રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. ત્રીજોક્રમ ઈંગ્લેન્ડના બૅન સ્ટોક્સનો (૩૮૦ રેટિંગ) અને ચોથો ક્રમ ભારતના આર.અશ્વિનનો છે.

ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બેટીંગ કરનારા શ્રીલંકાના કેપ્ટન કમ બેટ્સમેન ચાંદીમલને કારકિર્દીમાં પહેલી વખત ટોપ-૧૦માં સ્થાન આપવામાં આવ્યું છે.

આઇસીસી રેન્કિંગમાં કોહલીનો દબદબો
ભારતીય કેપ્ટન કોહલીએ ચાલુ વર્ષે ટેસ્ટ, વન ડે અને ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં રનના ઢગલા ખડક્યા છે. ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં કોહલી બીજા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે વન ડે અને ટી-૨૦માં તે દુનિયાનો નંબર વન બેટસમેન છે. વન ડેમાં કોહલીનું રેટીંગ ૮૮૯ છે. જ્યારે ટી-૨૦માં તેને ૮૨૪ રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. વન ડે ક્રિકેટમાં કોહલી પછી બીજા સ્થાને સાઉથ આફ્રિકાનો ડિ વિલિયર્સ સ્થાન ધરાવે છે અને બંને વચ્ચે માત્ર ૧૭ પોઈન્ટ્સનું અંતર છે. જ્યારે ટી-૨૦માં કોહલી અને બીજું સ્થાન ધરાવતા ઓસ્ટ્રેલિયા ફિન્ચ વચ્ચે ૪૦ પોઈન્ટનો તફાવત છે.

ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં જાડેજા ત્રીજા અને અશ્વિન ચોથા ક્રમે

ટેસ્ટ ઓલરાઉન્ડર્સ

ઓલરાઉન્ડર

દેશ

રેટિંગ

શાકીબ

બાંગ્લાદેશ

૪૩૮

જાડેજા

ભારત

૪૧૫

સ્ટોક્સ

ઈંગ્લેન્ડ

૩૮૦

અશ્વિન

ભારત

૩૬૯

મોઈન અલી

ઈંગ્લેન્ડ

૩૫૨

ફિલાન્ડર

સા.આ.

૩૧૯

સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયા

૩૧૩

હેરાથ

શ્રીલંકા

૨૧૬

હોલ્ડર

વિન્ડિઝ

૨૧૨

વોક્સ

ઈંગ્લેન્ડ

૨૦૬



બુમરાહ ટી-૨૦ બોલર્સમાં નંબર વન
આઇસીસી ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ બોલર્સ રેન્કિંગમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય સ્ટાર જસપ્રીત બુમરાહે વર્લ્ડ નંબર વન તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતુ. બુમરાહે ગઈકાલે તેનો ૨૪મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેને ટ્વીટર પર લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકર, હરભજન સિંઘ સહિતના ક્રિકેટ જગતના દિગ્ગજોએ જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. ટી-૨૦ના ઓલરાઉન્ડર્સમા કોહલીને (૧૯૦ રેટિંગ પોઈન્ટ્સ) સાથે ૧૦મો ક્રમ મળ્યો હતો. વન ડે બોલર્સમાં બુમરાહ ૭૧૯ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે,જ્યારે અક્ષર પટેલ ૬૫૩ પોઈન્ટ્સ સાથે આઠમા સ્થાને છે. વન ડે બેટ્સમેનોમાં રોહિત શર્મા ૭૯૯ પોઈન્ટ્સની સાથે સાતમા સ્થાને છે.

ટેસ્ટ બેટ્સમેન ટોપ-૧૦

બેટ્સમેન

દેશ

રેટિંગ

સ્મિથ

ઓસ્ટ્રેલિયા

૯૩૮

કોહલી

ભારત

૮૯૩

રૃટ

ઈંગ્લેન્ડ

૮૭૯

પુજારા

ભારત

૮૭૩

વિલિયમસન

ન્યુઝીલેન્ડ

૮૬૫

વોર્નર

ઓસ્ટ્રેલિયા

૮૧૫

અમલા

સા.આ.

૭૯૫

એ.અલી

પાકિસ્તાન

૭૫૫

ચાંદીમલ

શ્રીલંકા

૭૪૩

એલ્ગર

સા.આ.

૭૩૨


ટેસ્ટ બોલર્સ ટોપ-૧૦

બોલર

દેશ

રેટિંગ

એન્ડરસન

ઈંગ્લેન્ડ

૮૯૪

રબાડા

સા.આ.

૮૭૬

જાડેજા

ભારત

૮૭૦

અશ્વિન

ભારત

૮૨૯

હેરાથ

શ્રીલંકા

૭૯૯

હેઝલવૂડ

ઓસ્ટ્રેલિયા

૭૮૬

વાગ્નેર

ન્યુઝીલેન્ડ

૭૮૫

સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયા

૭૭૫

લાયન

ઓસ્ટ્રેલિયા

૭૭૪

સ્ટેન

સા.આ.

૭૪૮

 

Post Comments