Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોહલી આગામી ૩ વર્ષમાં તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી શકે છે

- તેંડુલકરે ૧૪ વર્ષમાં જ્યારે કોહલીએ સાડા નવ વર્ષમાં જ ૩૪ સદી પૂરી કરી

- હાલ કોહલી પ્રત્યેક વર્ષે સરેરાશ ૬ વન-ડે સદી ફટકારે છે, તેંડુલકરે કુલ ૪૯ વન-ડે સદી ફટકારી છે

અમદાવાદ, તા. ૧૨ ફેબ્રુઆરી 2018, સોમવાર

સચિન  તેંડુલકરે ૨૦૧૨ના વર્ષમાં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે તેનો સૌથી વધુ ૪૯ વન-ડે સદીના વર્લ્ડરેકોર્ડની નજીક પણ કોઇ નહીં પણ પહોંચી શકે તેમ જણાતું હતું. પરંતુ હવે વિરાટ કોહલી જ સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડી શકે તેવી પૂરી સંભાવના છે. તેંડુલકરે ૪૫૨ વન-ડે ઇનિંગ્સમાં કુલ ૪૯ સદી ફટકારી હતી.આમ, સચિન તેંડુલકર સરેરાશ ૯ ઇનિંગ્સમાં ૧ સદી ફટકારતો હતો.  જેની સરખામણીએ વિરાટ કોહલી ૧૯૮ ઇનિંગ્સ વન-ડે ઇનિંગ્સમાં ૩૪ સદી ફટકારી ચૂક્યો છે.  જેનો મતલબ થાય છે કે કોહલી પ્રત્યેક ૬ ઇનિંગ્સમાં એક સદી ફટકારે છે. ભારત પ્રત્યેક કેલેન્ડર વર્ષમાં સરેરાશ ૨૮ વન-ડે રમે છે. ૨૯ વર્ષીય કોહલી વર્તમાન ફોર્મ બરકરાર રાખે તો આગામી ત્રણ વર્ષમાં તે સચિન તેંડુલકરનો સૌથી વધુ વન-ડે સદીનો રેકોર્ડ તોડી શકે છે.

હજુ ૨૦૧૮ના વર્ષને બે મહિના પણ પૂરા થયા નથી ત્યાં કોહલી ૪ ઇનિંગ્સમાં ૨ સદી ફટકારી ચૂક્યો છે. ૨૦૧૭ના વર્ષમાં કોહલીએ ૬ વન-ડે સદી ફટકારી હતી. ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૫નું વર્ષ જ એવું છે જેમાં કોહલીએ ૩ કરતા ઓછી સદી ફટકારેલી છે.

૧૮ ડિસેમ્બર ૧૯૮૯ના વન-ડે કારકિર્દી શરૃ કરનારા સચિન તેંડુલકરે ૨૩ ફેબુ્રઆરી ૨૦૦૩ના વર્લ્ડકપમાં નામિબિયા સામે રમતી વખતે ૩૪મી વન-ડે સદી ફટકારી હતી. આમ, તેંડુલકરે ૩૪ સદી પૂરી કરવા માટે ૧૪ વર્ષ લીધા હતા. કોહલીએ ઓગસ્ટ ૨૦૦૮માં વન-ડે કારકિર્દી શરૃ કરી હતી. આમ, કોહલીએ સાડા નવ વર્ષમાં ૩૪ સદી પૂરી કરી લીધી છે. કોહલી હાલ ૨૦૭ વન-ડેમાં રમ્યો છે. તેંડુલકરે ૨૦૭ વન-ડેમાં ૪૨.૯૩ની એવરેજ સાથે ૭૭૨૮ રન કર્યા હતા, જેમાં ૨૧ સદીનો સમાવેશ થતો હતો.

વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેન

બેટ્સમેન

ઇનિંગ્સ

૧૦૦

૫૦

શ્રેષ્ઠ

સચિન તેંડુલકર

૪૫૨

૪૯

૯૬

૨૦૦*

વિરાટ કોહલી

૧૯૮

૩૪

૪૬

૧૮૩

રિકી પોન્ટિંગ

૩૬૫

૩૦

૮૨

૧૬૪

સનથ જયસૂર્યા

૪૩૩

૨૮

૬૮

૧૮૯

હાશિમ અમલા

૧૫૯

૨૬

૩૪

૧૫૯

એબી ડી વિલિયર્સ

૨૧૬

૨૫

૫૩

૧૭૬



કોહલીની કયા વર્ષમાં કેટલી વન-ડે સદી?

વર્ષ

ઇનિંગ્સ

૧૦૦

૫૦

૨૦૦૮

૨૦૦૯

૨૦૧૦

૨૪

૨૦૧૧

૩૪

૨૦૧૨

૧૭

૨૦૧૩

૩૪

૨૦૧૪

૨૧

૨૦૧૫

૨૦

૨૦૧૬

૧૦

૨૦૧૭

૨૬

૨૦૧૮



વન-ડેમાં વિરાટ કોહલીનો દેખાવ
વન-ડે : ૨૦૭, ઇનિંગ્સ : ૧૯૮, અણનમ : ૩૪, રન : ૯૪૨૩, શ્રેષ્ઠ : ૧૮૩, એવરેજ : ૫૭.૪૫, બોલ રમ્યો : ૧૦૨૫૫, સ્ટ્રા. રેટ : ૯૧.૮૮, ૧૦૦ : ૩૪, ૫૦: ૪૬, બાઉન્ડ્રી : ૮૭૨, સિક્સર : ૧૦૨.

તેંડુલકરનો દેખાવ : ૨૦૭ વન-ડે બાદ
વન-ડે : ૨૦૭, રન : ૭૭૨૮, શ્રેષ્ઠ : ૧૪૩, એવરેજ : ૪૨.૯૩, ૧૦૦ : ૨૧.

સચિન તેંડુલકરની વન-ડે કારકિર્દી
વન-ડે : ૪૬૩, ઇનિંગ્સ : ૪૫૨, અણનમ : ૪૧, રન : ૧૮૪૨૬, એવરેજ : ૪૪.૮૩, શ્રેષ્ઠ : ૨૦૦*, બોલ રમ્યો : ૨૧૩૬૭, ૧૦૦ : ૪૯, ૫૦ : ૯૬, બાઉન્ડ્રી : ૨૦૧૬,  સિક્સ : ૧૯૫.

Post Comments