Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાડેજાના 'નો-બોલ'માં ચાંદીમલ બોલ્ડ : સાહા સ્ટમ્પિંગની તક ચૂક્યો

- ભારતને આખરી દિવસે ભાગ્યનો સાથ ન મળ્યો

- પીચમાંથી સ્પિનરોને કોઈ મદદ ન મળી

નવી દિલ્હી,તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

શ્રીલંકાએ ભારત સામેની શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટમાં લડાયક દેખાવ સાથે મેચ ડ્રોમાં ખેંચી હતી. જોકે આ મેચમા ભારતને ભાગ્યનો સાથ મળી શક્યો નહતો અને તેનો લાભ ઉઠાવતા શ્રીલંકાએ મેચ ડ્રોમાં ખેંચી હતી. ચાલુ વર્ષે છ ટેસ્ટમાં પહેલી વખત હરિફ ટીમ ભારતને જીતથી વંચિત રાખવામાં સફળ રહી હતી.

કોટલા મેદાન પર ટેસ્ટની ત્રીજી ટેસ્ટના આખરી દિવસે ભારતીય સ્પિનરોએ પ્રભાવક શરૃઆત કરી હતી. જાડેજાએ શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મેથ્યૂસની વિકેટ ઝડપી હતી. આ પછી ઈનિંગની ૪૩ ઓવરમાં ત્રીજા બોલ પર શ્રીલંકાનો સ્કોર ચાર વિકેટે ૧૧૪ રન હતો, ત્યારે જાડેજાએ શ્રીલંકાના કેપ્ટન ચાંદીમલને ક્લિન બોલ્ડ કર્યો હતો. જાડેજાના મેજિક બોલ પર કેવી રીતે બેઈલ્સ ઉડી ગઈ તેની ખબર ચાંદીમલને પડી નહતી. તે ત્યારે ૬૦ બોલમાં ૨૪ રને હતો. જોકે આ સમયે ચાંદીમલે રિવ્યુની માગ કરી હતી, અને અમ્પાયરે આશ્ચર્યજનક રીતે જાડેજાના તે બોલને નો-બોલ જાહેર કર્યો હતો અને ચાંદીમલ નોટઆઉટ રહ્યો હતો. આ પછી તે વધુ ૩૦ બોલ રમ્યો હતો અને સ્કોરને ૧૪૭ સુધી પહોંચાડીને આઉટ થયો હતો.

આખરી સેશનમાં વિકેટકિપર સાહાએ શ્રીલંકાના વિકેટકિપર બેટ્સમેન ડિકવેલાને સ્ટમ્પ્ડ આઉટ કરવાની આસાન તક જતી કરી હતી. કોટલાની પીચ પરથી સ્પિનરોને જરાય મદદ મળતી નહતી અને આ કારણે અશ્વિનનો દેખાવ સાધારણ રહ્યો હતો, જે ૩૫ ઓવરમાં ૧૨૬ રન આપીને એક વિકેટ ઝડપી શક્યો હતો. જ્યારે જાડેજાએ વધુ સારો દેખાવ કરતાં ૩૮ ઓવરમાં ૮૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

Post Comments