Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈટાલી ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮માં ક્વોલિફાય થવામાં નિષ્ફળ

- સ્વિડન સામેની ખરાખરીની મેચ ૦-૦થી ડ્રો થતાં ઈટાલી ૧૯૫૮ બાદ પહેલી વખત ફિફા વર્લ્ડ કપમાં પ્રવેશથી વંચ

મિલાન,તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

ચાર વખત ફૂટબોલમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલું ઈટાલી આવતા વર્ષે રશિયામાં રમાનારા ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહેતા ફૂટબોલ જગતે વધુ એક આંચકો અનુભવ્યો હતો. ઈટાલીની હાઈપ્રોફાઈલ ટીમને ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા માટે ઘરઆંગણે મિલાનમાં રમાયેલી સ્વિડન સામેની મેચમાં બે ગોલના અંતરથી જીતવું જરુરી હતુ, પણ સ્વિડિશ ખેલાડીઓની જબરજસ્ત રમતને કારણે મેચ ૦-૦થી ડ્રો થઈ હતી અને આ સાથે ઈટાલી ૬૦ વર્ષમાં પહેલી વખત ફિફા વર્લ્ડ કપની ટિકિટ મેળવવાથી વંચિત રહી ગયા હતા. છેલ્લે તેઓ ૧૯૫૮ના ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શક્યા નહતા. જ્યારે સ્વિડને ૨૦૧૮ના વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી લીધું હતુ. સ્વિડને પ્લે ઓફની ફર્સ્ટ લેગ મેચમાં ઈટાલીને ૦-૧થી હરાવ્યું હતુ.

ઈટાલી વર્લ્ડ કપમાં ક્વોલિફાય ન થઈ શકતાં ૩૮ વર્ષના લેજન્ડરી ગોલકિપર જીજી બફોને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. બફોન તેની કારકિર્દીમાં છ વખત ફિફા વર્લ્ડ કપમાં રમ્યો હતો, જેમાંથી ૨૦૦૬માં ઈટાલી ચેમ્પિયન બન્યું હતુ. બફોનની સાથે સાથે ઈટાલીના ડેનિયલ ડી રોસી અને એન્ડ્રા બાર્ઝાગ્લીએ પણ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દીનો અંત આણી દીધો હતો. ઈટાલીના ફૂટબોલ કોચ જીએન પીરો વેન્ટુરાએ રાજીનામુ ન આપતા તેમની હકાલપટ્ટી નિશ્ચિત લાગી રહી છે.

ચાર વખતનું વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલના મેગા શૉમાંથી બહાર
ફિફા વર્લ્ડ કપમાં ચાર વખત ચેમ્પિયન બની ચુકેલું ઈટાલી આવતા વર્ષે રશિયામાં યોજાનારા ફૂટબોલના મહાકુંભ માંથી બહાર ફેંકાઈ ગયું છે. તેના સ્થાને સ્વિડને ફિફા વર્લ્ડ કપની ટિકિટ મેળવી હતી. અઝુરી તરીકેની ઓળખ ધરાવતી ઈટાલીની ફૂટબોલ ટીમનો દેખાવ ક્વોલિફાઈંગમાં અત્યંત સાધારણ સ્તરનો રહ્યો હતો. તેઓ સ્પેન સામે ૦-૩થી હારી ગયા હતા.

 આ પછી ઈઝરાઈલ અને અલ્બાનિયા સામે ઈટાલી ૧-૦ના અંતરથી માંડ માંડ જીત્યું હતુ. જ્યારે ઘરઆંગણે તેઓએ મેસેડોનિયા જેવી સાધારણ ટીમ સામેની મેચ ડ્રો કરી હતી. આ પછી ઈટાલીને ક્વોલિફાય થવા માટે સ્વિડન સામે પ્લે ઓફ રમવું પડશે તેવું નિશ્ચિત બન્યું હતુ. જેમાં સ્ટોકહોમમાં  સ્વિડને જેકોબ જોહાનસનના ગોલને સહારે વિજય મેળવ્યો હતો, જેના કારણે ઈટાલીને સેકન્ડ લેગના પ્લે ઓફમાં સ્વિડનને બે ગોલના અંતરથી હરાવવું પડે તેમ હતુ પણ મેચ ૦-૦થી ડ્રો થતાં ઈટાલીએ વર્લ્ડ કપની ટિકિટ ગુમાવી હતી.

૧૯૫૮માં નોર્ધન આયર્લેન્ડે ઈટાલીને ક્વોલિફાય થવા દીધું નહતુ
ઈટાલીયન ફૂટબોલનો છેલ્લા ૬૦ વર્ષમાં આ સૌથી નિરાશાજનક દેખાવ છે અને તેઓ પહેલી વખત ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શક્યા નથી. છેલ્લે ૧૯૫૮માં આવી ઘટના બની હતી. યોગાનુયોગ તે વખતે ફિફા વર્લ્ડ કપ સ્વિડનમાં યોજાવાનો હતો અને ક્વોલિફાયર્સમાં નોર્ધન આયર્લેન્ડે ઈટાલીને વર્લ્ડ કપમાં પ્રવેશવાથી વંચિત રાખ્યું હતુ. આજે ૬૦ વર્ષ બાદ સ્વિડને રશિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં ઇટાલીને બહાર ફેંકીને આગેકૂચ કરી હતી.

પ્લે ઓફના ફર્સ્ટ લેગમાં ૧-૦થી વિજેતા બનેલું સ્વિડન ક્વોલિફાય  નેધરલેન્ડ, ચિલી, અમેરિકા પણ ૨૦૧૮ના વર્લ્ડ કપમાં જોવા નહિ મળે

કોચ વેન્ટુરાનો રાજીનામું આપવાનો ઈન્કાર : હકાલપટ્ટી નિશ્ચિત

બફોન સહિતના ઈટાલીના ત્રણ ખેલાડીઓ નિવૃત્ત

મિલાન,તા.૧૪
સ્વિડન સામેનો કરો યા મરો પ્લે ઓફ મુકાબલો ૦-૦થી ડ્રો થતાં ઈટાલી ૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવામા નિષ્ફળ રહ્યું હતુ.

 ફૂટબોલમાં પાવરહાઉસ ગણાતા ઈટાલીના આ પ્રકારના નાલેશીભર્યા દેખાવ બાદ ઈટાલીના લેજન્ડરી ગોલકિપર જીજી બફોન તેમજ ડેનિયલ ડી રોસ અને એન્ડ્રા બાર્ઝાગ્લી જેવા સુપરસ્ટાર ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકી દીધું છે.

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આગવી ઓળખ ધરાવતો ઇટાલીયન ફૂટબોલર જીજી બફોન ૨૦૦૬માં ફિફા વર્લ્ડ કપમાં વિજેતા બનેલી ઈટાલીયન ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. ઇટાલીની ફૂટબોલ ટીમના કોચ જીએન પીઈરો વેન્ટુરાએ ટીમની ઘોર નિષ્ફળતા છતાં રાજીનામુ આપવાનો ઈનકાર કર્યો હતો. હવે તેમને હાંકી કાઢવામાં આવે તે લગભગ નિશ્ચિત મનાય છે.

 જોકે આખરી મેચની વ્યુહરચના અંગે કોચ અને ખેલાડીઓમાં તીવ્ર મતભેદો હોવાનું બહાર આવ્યું હતુ. કોચ વેન્ટુરાએ ડેનિયલ ડી રોસી જેવા અનુભવી ખેલાડીને મેદાન પર ઉતાર્યો નહતો.

 ચાલુ મેચમાં ડી રોસ અને કોચિંગ સ્ટાફ વચ્ચે ઝઘડો થયો હતો, જે ટીવીના ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો. તેણે મેચ બાદ જાહેરમાં કહ્યું કે, ઈટાલીને બચાવવા માટે ૨૬ વર્ષીય ફૂટબોલર લોરેન્ઝો ઈન્સીગ્નેને મેદાન પર ઉતારવાની જરુર હતી, પણ મારી વાતને સાંભળવામાં ન આવી.

ચોથી હાઈપ્રોફાઈલ ટીમ ફિફા વર્લ્ડ કપમાંથી બહાર
વર્ષ ૨૦૧૮માં રશિયામાં રમાનારા ફિફા વર્લ્ડ કપના ક્વોલિફિકેશન ઘણા અપસેટ જોવા મળ્યા હતા. ચાર વખતનું ચેમ્પિયન ઈટાલી બહાર ફેંકાતા વધુ એક આંચકો અનુભવાયો હતો. અગાઉ ત્રણ વખત વર્લ્ડ કપ ફાઈનલીસ્ટ રહી ચુકેલું નેધરલેન્ડ પણ ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮માં  ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહ્યું હતુ. વર્ષ ૧૯૯૦ બાદ તમામ વર્લ્ડ કપમાં ભાગ લેનારી અમેરિકાની ટીમ પણ ૨૦૧૮ના વર્લ્ડ કપની ટિકિટ મેળવી શકી નહતી. ઈ.સ. ૨૦૧૫ અને ૨૦૧૬માં  બ્રાઝિલ અને આર્જેન્ટીના જેવી હાઈપ્રોફાઈલ ટીમોની હાજરી છતાં કોપા અમેરિકામાં ચેમ્પિયન બનેલી ચિલીની ટીમ પણ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શકી નથી.

ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮માં ક્વોલિફાય થયેલી ટીમો
આવતા વર્ષે રશિયાની ભૂમિ પર યોજાનારા ફિફા વર્લ્ડ કપમાં કુલ મળીને ૩૨ ટીમો ભાગ લેવાની છે, જેમાંથી ૨૯ ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે અને હવે માત્ર ત્રણ જ સ્થાન માટે સ્પર્ધા ચાલી રહી છે. રશિયા ૨૦૧૮માં ક્વોલિફાય થયેલી ૨૯ ટીમો આ પ્રમાણે છે.

રશિયા (યજમાન), બ્રાઝિલ, ઉરૃગ્વે, કોલંબિયા, આર્જેન્ટીના, મેક્સિકો, કોસ્ટા રિકા, પનામા, ઈરાન, સાઉથ કોરિયા, જાપાન, સાઉદી અરેબિયા, નાઈજીરિયા, ઈજીપ્ત, ટયૂનિશીયા, મોરક્કો, સેનેગલ, બેલ્જીયમ, જર્મની, ઈંગ્લેન્ડ, સ્પેન, પોલેન્ડ, આઇસલેન્ડ, સર્બિયા, ફ્રાન્સ, પોર્ટુગલ, ક્રોએશિયા, સ્વિત્ઝર્લેન્ડ, સ્વિડન.
ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮માં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહેલી ઈટાલીના ટીમના ખેલાડીઓ સ્વિડન સામેની મેચ ૦-૦થી ડ્રો થતાં જ હતાશા સાથે મેદાન પર જ ઢળી પડયા હતા. ઈટાલી ૬૦ વર્ષમાં પહેલી વખત ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહેતા બફોન સહિતના ઘણા ટોચના ખેલાડીઓ ધુ્રસ્કે ધુ્રસ્કે રડતાં જોવા મળ્યા હતા. જ્યારે પ્રથમ લેગમાં ૧-૦થી વિજય મેળવનારી સ્વિડનની ટીમ બીજી મેચ ૦-૦થી ડ્રો થતાં બંને મેચના સ્કોરને ભેગા કરતાં ૧-૦થી વિજેતા બનીને ૨૦૧૮ના વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયુ હતુ. આ સાથે સ્વિડીશ ખેલાડીઓ ખુશીથી ઝુમી ઉઠયા હતા. ઈટાલીયન ફૂટબોલરો અને ચાહકોના હાર્ટબ્રેક થતાં આખા ઈટાલીમાં રાષ્ટ્રીય શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જ્યારે સ્વિડનમાં જાણે વર્લ્ડ કપ જીત્યા હોય તેવો આનંદનો ઉત્સવ જોવા મળ્યો હતો.

Post Comments