Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માથા પર હિજાબ પહેરવાના નિયમનો વિરોધ, ભારતની ચેસ ચેમ્પિયન નહીં જાય ઈરાન

- સૌમ્યાએ હિજાબ પહેરવાના નિયમને પોતાના માનવઅધિકારનો ભંગ ગણાવ્યો

પૂણે, તા.13.જૂન 2018 બુધવાર

ચેસની રમતની મહિલા ગ્રાન્ડ માસ્ટર અને પૂર્વ જુનિયર ગર્લ્સ ચેમ્પ્યિન સૌમ્યા સ્વામિનાથને 26 જુલાઈથી 4 ઓગષ્ટ સુધી ઈરાનમાં યોજાનારી એશિયન ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.

આની પાછળનુ કારણ એ છે કે આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર મહિલાઓ માટે માથા પર સ્કાર્ફ અથવા તો હિજાબ ઓઢવો ફરજીયાત છે અને સૌમ્યાએ આ નિયમનુ પાલન કરવાની તૈયારી બતાવી નથી.તેણે આ નિયમને પોતાના વ્યક્તિગત અધિકારીઓનુ ઉલ્લંઘન કરનાર બતાવ્યો છે.

સૌમ્યા ભારતની પાંચમા નંબરની મહિલા ચેસ ખેલાડી છે.29 વર્ષીય સૌમ્યાએ ફેસબૂક પર લખ્યુ છે કે હું જબરદસ્તી હિજાબ પહેરવા નથી માંગતી.ઈરાનના કાયદામાં ફરજિયાત હિજાબ પહેરવાનુ છે જે મારા માનવઅધિકારનુ ઉલ્લંખન છે અને તે મારી અભિવ્યક્તિની આઝાદી, વિચારોની આઝાદી અને મારા ધર્મ પર પણ તરાપ સમાન છે. આ સ્થિતિમાં મારી પાસે મારા અધિકારોની રક્ષા માટે એક જ વિકલ્પ બચે છે અને તે છે કે હું આ ચેમ્પિયનશિપમાં ભાગ ના લઉં.

સોમ્યાએ લખ્યુ છે કે એક ખેલાડી માટે રમત સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે અને આ માટે કેટલાક સમાધાન કરાવા પડે છે પણ કેટલીક બાબતો એવી હોય છે જેમા સમાધાન કરવુ શક્ય નથી હોતુ.

Post Comments