Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

IPL-11: પ્લે ઓફના બે સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે તીવ્ર સ્પર્ધા

- ગ્રુપ સ્ટેજમાં હવે આખરી છ મેચો નિર્ણાયક સાબિત થશે

- બટલર અને સ્ટોક્સની ગેરહાજરીથી રાજસ્થાનને ફટકો: ચેન્નાઈ અને હૈદરાબાદ અંતિમ ચારમાં નિશ્ચિત

અમદાવાદ,તા.16 મે 2018,બુધવાર

ઈન્ડિયન પ્રીમિયર લીગની અગિયારમી સિઝનમાં હવે માત્ર છ જ મેચો બાકી બચી છે, ત્યારે પ્લે ઓફમાં બાકી બચેલા બે સ્થાન પર કોણ ક્વોલિફાય થશે તેની ચર્ચા ક્રિકેટ ચાહકોમાં ચાલી રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સે તો પ્લે ઓફમાં પોતાનું સ્થાન પહેલા જ નક્કી કરી લીધું છે. હવે બાકીના બે સ્થાન માટે ચાર ટીમો વચ્ચે રેસ ચાલી રહી છે.

આ ચારમાંથી પ્લે ઓફમાં પ્રવેશવાની સૌથી નજીક કોલકાતા નાઈટ રાઈડર્સ છે, જેઓને હવે એક મેચ રમવાની છે અને તે જીતવી જ પડે તેમ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબની દાવેદારી પણ નકારી શકાય તેવી નથી. મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોરને પણ 'જો અને તો'ના સમીકરણોની મદદથી પ્લે ઓફમાં ક્વોલિફાય થઈ શકે તેમ છે.

આજે બુધવારે મોડી રાત્રે પુરી થનારી મુંબઈ અને કિંગ્સ ઈલેવન વચ્ચેની મેચનું પરિણામ ઘણી બધી પરિસ્થિતિ સ્પષ્ટ કરી દેશે. હવે બધી ટીમોની માત્ર એકાદ-બે જ મેચો બાકી બચી છે, ત્યારે બધી ટીમો ખુબ જ સાવધાની સાથે આગળ વધવાની તૈયારી કરી રહી છે.  પ્લે ઓફમાં પ્રવેશવા માટેની ટીમોની શક્યતા પર એક નજર..
.
કોલકાતા નાઈટ રાઈડર્સ : કોલકાતા તારીખ ૧૯મીને શનિવારે હૈદરાબાદ સામે જીતે તો પ્લે ઓફમાં ક્વોલિફાય થશે. જો પંજાબ મુંબઈને હરાવી દે તો પછી કાર્તિકની ટીમ આખરી મેચ હારે પણ અન્ય પરિણામો અનુકૂળ રહે તો તેઓ પ્લે ઓફમાં પ્રવેશી શકે છે, કારણ કે તેમનો નેટરનરેટ રાજસ્થાન કરતાં સારો છે, જેના કારણે રાજસ્થાન બેંગ્લોર સામે જીતે તો પણ કોલકાતાને મુશ્કેલી પડે તેમ લાગતું નથી.

કિંગ્સ ઈલેવન પંજાબ : મુંબઈ સામે જીતવા છતાં તેઓ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત નહિ કરી શકે. પંજાબને નબળો રનરેટ નડી શકે. કોલકાતા તેમજ રાજસ્થાન કે બેંગ્લોર તેમને ઓવરટેક કરી શકે. પંજાબની આખરી મેચ ચેન્નાઈ સામે ૨૦મી મેએ છે, જે આખરી લીગ મેચ છે, જેના કારણે તેમને ક્વોલિફાય થવાના સટિક ગણિતની ત્યારે ખબર પડી જશે.

જો પંજાબ મુંબઈ સામે હારે તો તેમણે આખરી લીગ મેચ જીતવી પડે અને મુંબઈ, રાજસ્થાન અને બેંગ્લોર આખરી મેચ હારે તેવી આશા રાખવી પડે. આમ થાય તો પંજાબના ૧૪ અને મુંબઈ, બેંગ્લોર તેમજ રાજસ્થાનના ૧૨-૧૨ પોઈન્ટ થાય.

જો મુંબઈ પંજાબને હરાવે તો કોલકાતા પર દબાણ વધશે. આવી સ્થિતિમાં તેમણે હૈદરાબાદને હરાવવું જ પડે, નહિતર જો મુંબઈ-બેંગ્લોર તેમની બંને આખરી મેચો જીતી લે તો તેમના પણ કોલકાતા (૧૪) જેટલા ૧૪-૧૪ પોઈન્ટ થાય, તો રનરેટને આધારે કોલકાતા બહાર ફેંકાઈ શકે.

આઇપીએલ-૧૧ : પોઈન્ટ ટેબલ

ટીમ

મેચ

જીત

હાર

ટાઈ

પોઈન્ટ

નેટ રનરેટ

હૈદરાબાદ

૧૨

૧૮

૦.૪૦૦

ચેન્નાઈ

૧૨

૧૬

૦.૩૮૩

કોલકાતા

૧૩

૧૪

-૦.૦૯૧

રાજસ્થાન

૧૩

૧૨

-૦.૪૦૩

પંજાબ

૧૨

૧૨

-૦.૫૧૮

મુંબઈ

૧૨

૧૦

૦.૪૦૫

બેંગ્લોર

૧૨

૧૦

૦.૨૧૮

દિલ્હી

૧૨

૦૬

-૦.૪૭૮


* મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ પહેલાનું પોઈન્ટ ટેબલ

રાજસ્થાન રોયલ્સ : રાજસ્થાનની પ્લે ઓફમાં પ્રવેશવાની શક્યતા ખુબ જ પાતળી થઈ ગઈ છે. તેમાંય બટલર અને સ્ટોક્સ જેવા ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં જોડાવા પાછા ફરતાં રાજસ્થાનને મુશ્કેલી પડશે. રાજસ્થાનને તેની આખરી મેચ તારીખ ૧૯ મે એ બેંગ્લોર સામે રમવાની છે.

જો મુંબઈ સામે પંજાબ જીતે તો રાજસ્થાને (૧૨ પોઈન્ટ) પ્લે ઓફમાં પ્રવેશવા તેની આખરી મેચ જીતવી પડે અને એવી આશા રાખવી પડે કે ચેન્નાઈ પંજાબને હરાવે અને બેંગ્લોર તેની બંને મેચો હારે. જો પંજાબ સામે મુંબઈ જીતે તો રાજસ્થાને આખરી મેચ જીતવાની સાથે આશા રાખવી પડે કે મુંબઈ-બેંગ્લોર ૧૪ પોઈન્ટ સુધી પહોંચી ન શકે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલીની ટીમના ૧૦ પોઈન્ટ છે અને તેમને હૈદરાબાદ અને રાજસ્થાન સામે રમવાનું છે. જો પંજાબ મુંબઈને હરાવે તો રાજસ્થાને તેની બાકીની બંને મેચો જીતવી પડે અને આશા રાખવી પડે કે પંજાબ કે કોલકાતાના ૧૬ પોઈન્ટ ના થાય. એટલે તેઓ તેમની આખરી મેચ હારે.

જો મુંબઈ પંજાબને હરાવે તો બેંગ્લોરે બાકી મેચોમાં રનરેટ સુધારવા ધમાકેદાર વિજય મેળવવો પડે. તેઓએ બંને મેચ જીતીને ૧૪ પોઈન્ટ મેળવવા પડે અને ત્યાર બાદ એવી આશા રાખવી પડે કે મુંબઈ દિલ્હી સામે હારે કે કોલકાતા તેની છેલ્લી મેચમાં હારી જાય.

મુંબઈ ઈન્ડિયન્સ : જો મુંબઈની ટીમ પંજાબ સામે મોડી રાત્રે પુરી થયેલી મેચમાં હારી ગઈ હશે તો બહાર ફેંકાઈ જશે. કારણ તે તેમના ૧૩ મેચમાં ૧૦ પોઈન્ટ થશે અને પંજાબની જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચાર ટીમોના ૧૪ કે વધુ પોઈન્ટ થઈ જશે.

જો મુંબઈ પંજાબ સામે જીતે તો તેમણે તારીખ ૨૦મી મે ને રવિવારે દિલ્હીને હરાવવું પડે. જો તેઓ હારે તો પણ તેઓ ૧૨ પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહી શકે છે. આ માટે પંજાબ અને રાજસ્થાન તેની આખરી મેચ હારે તેવી અને બેંગ્લોર હૈદરાબાદ સામે હારે તેવી આશા રાખવી પડે. આમ થાય તો મુંબઈ,પંજાબ, બેંગ્લોર અને રાજસ્થાનના ૧૨-૧૨ પોઈન્ટ થાય અને નેટરનરેટને આધારે મુંબઈ આગેકૂચ કરી શકે.

Post Comments