Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈજાગ્રસ્ત નડાલ એટીપી ફાઈનલ્સમાંથી ખસી ગયો

- નડાલનો પ્રથમ મેચમાં ગોફિન સામે પરાજય:નડાલના સ્થાને બુસ્ટાનો સમાવેશ

લંડન,તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ ખેલાડી નડાલ ઈજાના દર્દ સાથે એટીપી ટૂર ફાઈનલ્સમાં બેલ્જિયમના ડેવિડ ગોફિન સામે તેની પ્રથમ લીગ મેચ રમવા ઉતર્યો હતો, જેમાં તેને ૭-૬ (૭-૫), ૬-૭ (૪-૭), ૬-૪થી હારનો સામનો કરવો પડયો હતો. નડાલે આ પછી ઇૅૅૅજાના કારણે ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. હવે નડાલના સ્થાને પેટ સામ્પ્રાસ ગુ્રપમાં સ્પેનના જ કારોને બુસ્ટાને સમાવવામાં આવ્યો છે, જે બાકીની બે ગુ્રપ મેચમાં ભાગ લેશે.

નડાલ એટીપી ટૂર ફાઈનલ્સ અગાઉ ઈજાગ્રસ્ત બન્યો હતો અને તેને પેરીસ માસ્ટર્સ ટુર્નામેન્ટ અધુરી છોડવી પડી હતી, જેના કારણે લંડનમાં તેના રમવા સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. આ પછી નડાલની અનુકૂળતા માટે એટીપી ફાઈનલ્સના આયોજકોએ તેની મેચના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. જોકે તે પુરતી ફિટનેસ મેળવી શક્યો નહતો.

લંડના ઓટુ એરિનામાં ખેલાયેલા મુકાબલામાં ટોપ સીડ નડાલ અને સાતમો સીડ ધરાવતા ગોફિન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. નડાલે ક્લાસિક રમત દર્શાવી હતી. જોકે ગોફિને પ્રથમ સેટ ટાઈબ્રેકરમાં જીતી લીધો હતો. આ પછી બીજા સેટમાં ગોફિનને ચાર મેચ પોઈન્ટ મળ્યા હતા. જોકે નડાલે ચારેય મેચ પોઈન્ટ બચાવતા બીજો સેટ ટાઈબ્રેકરમાં જીતતા મેચને બરોબરી પર લાવી દીધી હતી. આ પછી ત્રીજા અને આખરી સેટમાં ગોફિને ૬-૪થી વિજય મેળવતા મેચ પોતાના નામે કરી હતી.

રૃસેદસ્કીની ભવિષ્યવાણી સાચી પડી!
બ્રિટનના ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને હાલમાં ટેનિસ એક્સપર્ટ તરીકે કોમેન્ટ કરતાં ગ્રેગ રૃસેદસ્કીએ નડાલની મેચ શરૃ થવાના પાંચેક કલાક બાકી હતા, ત્યારે જ જાહેરાત કરી દીધી હતી  કે, નડાલ એટીપી ફાઈનલ્સમાં એક મેચ રમી ને ખસી જશે. નડાલે પ્રથમ મેચ બાદ ખસી જવાની જાહેરાત કરતાં રૃસેદસ્કીએ કહ્યું હતુ કે, નડાલ સ્માર્ટ છે અને જ્યારે તેનું શરીર રમવાની ના પાડે ત્યારે તે ઈજાગ્રસ્ત ન હોય તો પણ રમવાનું બંધ કરી દે છે. આ મેચ બાદ તે થાકેલો દેખાતો હતો. આ સિઝન તેના માટે યાદગાર રહી છે અને તેણે બે ગ્રાન્ડ સ્લેમ સાથે છ ટાઈટલ જીત્યા છે, હવે તેના મનમાં આગામી સિઝનની તૈયારીઓની વિચારણા ચાલતી હશે અને તેનો નિર્ણય યોગ્ય છે.

Post Comments