Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડે નાઈટ ટેસ્ટ રમવાનો ઇનકાર કરનાર ભારતીય ટીમ સ્વાર્થી કહી શકાય : માર્ક વો

- ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા જાળવવાની જવાબદારી સમજવી જોઈએ

- ભારત આગામી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે રમવાનું છે

સિડની, તા.16 મે 2018,બુધવાર

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ક વોએ ભારતીય ક્રિકેટ બોર્ડ અને ટીમની ટીકા કરતા અશોભનીય કોમેન્ટ કરી છે કે ભારતને ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં અમારા બોર્ડ દ્વારા   બ્રિસ્બેનમાં ૬ ડિસેમ્બરથી રમાનાર પ્રથમ ટેસ્ટ ડે નાઈટ ટેસ્ટ તરીકે રમવાનું સુચન કર્યું હતું પણ અમારા સૌના આશ્ચર્ય  વચ્ચે ભારતીય બોર્ડે ડે નાઈટ ટેસ્ટ રમવાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.

માર્ક વોએ કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા તેના દિવસ દરમ્યાનના ક્રિકેટને લીધે ઘટતી જાય છે ત્યારે આપણા સૌની તેણે ઉગારવાની  જવાબદારી બની રહે છે. સાંજે અને રાત્રે પ્રેક્ષકો તેઓના કામ પતાવીને મેચ જોવા આવી શકે તે ડે નાઈટ ટેસ્ટનોઆશય છે . માર્ક વોએ એમ પણ કહ્યું કે ભારતને કદાચ ડે નાઈટ વાતાવારણમાં હારી જવાનો ભય હશે પણ તે ખોટો છે કેમ કે હવે  તો તેઓ પાસે પણ ઉત્કૃષ્ટ ફાસ્ટ બોલરો છે. હવે ભારત માત્ર સ્પિનરો પર મદાર નથી રાખતું.

ભારત આગામી નવેમ્બરથી જાન્યુઆરીમાં ૩ ટી-૨૦, ૪ ટેસ્ટ અને ૩ વન ડેની શ્રેણી રમવાનું છે.

ભારત કદાચ તેના ઘર આંગણે જ તેની પ્રથમ ડે નાઈટ ટેસ્ટ રમશે તેમ લાગે છે. સાંજે અને રાત્રે ફાસ્ટરોને ફાયદો થાય તેમ મનાય છે. ઓસ્ટ્રેલિયા આવા સંજોગોમાં તેમના ફાસ્ટ બોલરોથી ભારતને પ્રથમ ટેસ્ટ હરાવી શ્રેણી પર પ્રભુત્વ મેળવી ન જાય તેમ બોર્ડ ઈચ્છે તો તેમાં ખોટું નથી તેમ ભારતના ચાહકો માને છે જ્યારે એક વર્ગ એમ માને છે કે ભારત વિશ્વની ટોચની ટીમ મનાય છે તેઓએ પડકાર ઝીલીને ડે નાઈટ ટેસ્ટ રમવાની હા પાડી દેવી જોઈતી હતી.

Post Comments