Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી ઇંગ્લેન્ડ સામે વન ડે શ્રેણી ભારતને નંબર વન બનવાની તક

- ટ્રેન્ટબ્રિજમાં સાંજે ૫.૦૦થી પ્રથમ વન ડે

ટ્રેન્ટબ્રિજ, તા.11 જૂલાઇ 2018 બુધવાર

ટ્વેન્ટી-૨૦ની સિરિઝની સફળતા બાદ ભારત આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૃ થઈ રહેલી ત્રણ વન ડેની શ્રેણીમાં પણ વિજયના ઇરાદા સાથે રમવા ઉતરશે. ઇંગ્લેન્ડ હાલમાં વિશ્વની નંબર વન ટીમ છે. જો ભારત ૩ વન ડેની શ્રેણીમાં ઇંગ્લેન્ડનો ૩-૦થી વ્હાઇટવોશ કરશે તો તે નંબર વન બની જશે. ઇંગ્લેન્ડની નજર શ્રેણી દરમિયાન ટોચનું સ્થાન જાળવી રાખવા તરફ રહેશે. ટ્રેન્ટ બ્રિજમાં આવતીકાલે સાંજે ૫.૦૦ વાગ્યાથી શ્રેણીની પ્રથમ વન ડે રમાશે.

રોહિત શર્માની અણનમ સદી અને હાર્દિક પંડયાના ઓલરાઉન્ડ દેખવાને સહારે ભારતે ત્રીજી ટ્વેન્ટી-૨૦માં ઇંગ્લેન્ડને હરાવીને શ્રેણી જીતી લીધી હતી. હવે વન ડે શ્રેણીમાં પણ આ બે ખેલાડીઓના પર્ફોમન્સ પર ચાહકોની નજર રહેશે. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને ઓપનર શિખર ધવન જેવા બેટ્સમેનો પણ મેચનો તખ્તો પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

આવતા વર્ષે વન ડેનો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાવાનો છે ત્યારે ભારતના યુવા સ્પિનરો કુલદીપ યાદવ અને યઝવેન્દ્ર ચહલને ઇંગ્લિશ કંડીશનમાં અજમાવવાની તક છે. ભારત માટે જસપ્રીત બુમરાહની ખોટ પરેશાનીનું કારણ છે. જો કે અમદાવાદના ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ તેની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે.વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતી ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે ખુબ જ મજબુત છે. તેઓ ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટવોશ કરી ચૂક્યા છે. હવે ભારત સામે તેઓ બટલર, રોય, હેલ્સ, બારિસ્ટો અને મોર્ગન જેવા ખેલાડીઓની પ્રતિભાની કસોટી કરશે. બેન સ્ટોક્સની હાજરી પણ ઇંગ્લેન્ડ માટે ઉત્સાહવર્ધક બની રહેશે.

 

Post Comments