Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉથ આફ્રિકામાં ઐતિહાસિક સફળતા સાથે ભારત વન ડેમાં નંબર વન

- ભારત ટેસ્ટ વર્લ્ડ રેન્કિંગમાં ૫ણ નંબર વનનું સ્થાન ધરાવે છે : ભારતીય સ્પિનરો સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોની શરણાગતિ : સાઉથ આફ્રિકાની ભૂમિ પર સૌપ્રથમ વન ડે શ્રેણી જીતી

પોર્ટ એલિઝાબેથ,તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

કુલદીપ યાદવે ચાર અને ચહલ તેમજ હાર્દિક પંડયાએ બે-બે વિકેટ ઝડપતાં ભારતે સાઉથ આફ્રિકાને તેની જ ભૂમિ પર પાંચમી વન ડેની સાથે શ્રેણીમાં ૪-૧થી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. જીતવા માટેના ૨૭૫ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા ૪૨.૨ ઓવરમાં જ ૨૦૧માં સમેટાતા ભારતનો ૭૩ રનથી વિજય થયો હતો. આ સાથે ભારતે ઐતિહાસિક સફળતાની સાથે વન ડેના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે પ્રભુત્વ સ્થાપિત કરી દીધું છે કારણ કે ટીમ ઈન્ડિયા ટેસ્ટના વર્લ્ડ રેન્કિંગમાં પહેલેથી ટોચનો ક્રમ ધરાવે છે. જ્યારે ટી-૨૦ના રેન્કિંગમાં ભારતને ત્રીજો ક્રમ મળ્યો છે.

ભારતે છ મહિનામાં પહેલી વખત આઇસીસી વન ડે રેન્કિગમાં ટોચનો ક્રમ મેળવ્યો છે. રસપ્રદ બાબત એ છે કે, ભારતે સાઉથ આફ્રિકા પાસેથી જ નંબર વનનો તાજ આંચકી લીધો છે અને તેઓ હવે બીજા ક્રમે ફેંકાયા છે. નવા રેન્કિંગ અનુસાર ભારતને ૧૨૨ પોઈન્ટ્સ મળ્યા છે. જ્યારે સાઉથ આફ્રિકાના ૧૧૮ પોઈન્ટ થઈ ગયા છે. હવે જો ભારત શુક્રવારે રમાનારી આખરી વન ડે જીતી લેશે તો તેમનું રેટિંગ ૧૨૩ પોઈન્ટ્સ થઈ જશે. ભારતની આ જીતને કારણે ઈંગ્લેન્ડને રેન્કિંગમાં બીજો ક્રમ મેળવવાની તક સાંપડી છે. જો તેઓ ન્યુઝીલેન્ડને ૫-૦થી હરાવશે તો રેન્કિંગમાં બીજું સ્થાન મેળવશે. પાંચમી વનડેમાં જીતવા માટેના ૨૭૫ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ ઘુંટણ ટેકવી દીધા હતા. અમલા (૭૧), ક્લાસૅન (૩૯), મીલર (૩૬) અને માર્કરામ (૩૨) જ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. કુલદીપે ૫૭ રનમાં ચાર વિકેટ મેળવી હતી. હવે આખરી વન ડે શુક્રવારે રમાશે.

સાઉથ આફ્રિકાની ટીમમાં ધરખમ ફેરફારો થશે : કોચ
ભારત સામેની વન ડે શ્રેણીમાં ૧-૪થી મળેલી નાલેશીભરી હાર બાદ સાઉથ આફ્રિકાના કોચ ઓટ્ટી ગિબ્સને સ્પષ્ટ કરી દીધું છે કે, મને નથી લાગતુ કે  આ ટીમ ૨૦૧૯નો વર્લ્ડ કપ રમવા જશે. મેં ડ્રેસિંગરુમમાં ખેલાડીઓને કહ્યું હતુ કે, અમે કોઈ બહાના નહિ કાઢીએ, પણ વધુ સારો દેખાવ કરવાની કોશીશ કરીશું. ભારત સામેની હારને કારણે અમારે ભવિષ્ય અંગે વિચારવું પડશે. ભારત પાસે બે વર્લ્ડ ક્લાસ સ્પિનરો છે, જોકે અમારી પાસે તેમનો સામનો કેવી રીતે કરવો તે શીખવા માટે એક વર્ષનો સમય છે. જોકે મને નથી લાગતું કે, ઈંગ્લેન્ડમાં બોલને આટલો ટર્ન મળશે.

રબાડાને આઇસીસીએ દંડ ફટકાર્યો
ભારત સામેની પાંચમી વન ડેમાં સાઉથ આફ્રિકાના બોલર રબાડાએ ઓપનર ધવનની વિકેટ ઝડપ્યા બાદ તેને જાણે ગુડબાય કરતો હોય તેવો ઈશારો કર્યો હતો. રબાડાની આ પ્રકારની વર્તણૂંકની આઈસીસીએ નોંધ લીધી હતી અને તેને મેચ ફીની ૧૫ ટકા રકમનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત તેને એક ડી મેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. રબાડાને અગાઉ ૨૦૧૭માં ફેબુ્રઆરીમાં શ્રીલંકા સામે ગેરવર્તણૂંક બદલ ત્રણ અને જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે ગેરવર્તણૂંક બદલ એક ડિ મેરિટ પોઈન્ટ મળી ચૂક્યો છે.

વન ડે ટોપ-૧૦

ક્રમ

દેશ

રેટિંગ

૧.

ભારત

૧૨૨

૨.

સા.આફ્રિકા

૧૧૮

૩.

ઈંગ્લેન્ડ

૧૧૬

૪.

ન્યુઝીલેન્ડ

૧૧૫

૫.

ઓસ્ટ્રેલિયા

૧૧૨

૬.

પાકિસ્તાન

૯૬

૭.

બાંગ્લાદેશ

૯૦

૮.

શ્રીલંકા

૮૪

૯.

વિન્ડિઝ

૭૬

૧૦.

અફઘાન.

૫૩


ટેસ્ટ ટોપ-૧૦

ક્રમ

દેશ

રેટિંગ

૧.

ભારત

૧૨૧

૨.

સા.આફ્રિકા

૧૧૫

૩.

ઓસ્ટ્રેલિયા

૧૦૪

૪.

ન્યુઝીલેન્ડ

૧૦૦

૫.

ઈંગ્લેન્ડ

૯૯

૬.

શ્રીલંકા

૯૫

૭.

પાકિસ્તાન

૮૮

૮.

વિન્ડિઝ

૭૨

૯.

બાંગ્લાદેશ

૭૧

૧૦.

ઝિમ્બાબ્વે

૦૧


વિન્ડિઝના સતત ૧૫ શ્રેણી જીતવાના રેકોર્ડ બાદ ભારતને સ્થાન

ભારતે સતત ૯મી વન ડે શ્રેણી જીતીને ઓસી.ને પાછળ પાડયું
પોર્ટ એલિઝાબેથ : ભારતે સાઉથ આફ્રિકાની ભૂમિ પર યજમાનો સામેની વન ડે શ્રેણીમાં ૪-૧થી વિજય મેળવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની રેકોર્ડ બુકમાં ધરખમ સુધારા કરાવ્યા હતા. ભારતે સાઉથ આફ્રિકાની ભૂમિ પર ૨૬ વર્ષમાં સૌપ્રથમ શ્રેણી જીતવાની સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત સતત ૯મી દ્વિપક્ષિય વન ડે શ્રેણી જીતીને સૌથી લાંબી શ્રેણી વિજયકૂચના વર્લ્ડ રેકોર્ડમાં બીજું સ્થાન મેળવી લીધું છે. સૌથી વધુ સતત ૧૫ દ્વિપક્ષિય વન ડે શ્રેણી જીતવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે છે. જેઓએ વર્ષ ૧૯૮૦ થી લઈને ૧૯૮૮ સુધીમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે ભારતે સતત નવમી સિરિઝ જીતીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ઓસ્ટ્રેલીયા ત્રીજા ક્રમે ધકેલાયું છે. ભારતની આ સતત નવ વન ડે શ્રેણીની જીતનો સિલસિલો વર્ષ ૨૦૧૬ના ઝિમ્બાબ્વે પ્રવાસથી શરૃ થયો છે અને તે હજુ સુધી જારી છે. ભારતે આ પછી ૨૦૧૬માં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતુ. જ્યારે વર્ષ ૨૦૧૭માં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ફરી શ્રીલંકાની સામેની દ્વિપક્ષિય વન ડે શ્રેણી જીતી હતી.

ભારતના સતત નવ દ્વિપક્ષિય શ્રેણી વિજય

  1.  ઝિમ્બાબ્વે : ૨૦૧૬માં ઝિમ્બાબ્વે પ્રવાસમાં૩ વન ડેની શ્રેણી ૩-૦થી જીતી
  2. ન્યુઝીલેન્ડ : ૨૦૧૬માં ઘરઆંગણે ૫ વન ડેની શ્રેણીમાં ૩-૨થી વિજય
  3. ઈંગ્લેન્ડ : ૨૦૧૭માં ઘરઆંગણે ૩ વન ડેની શ્રેણીમાં ૨-૧થી જીત મેળવી
  4. વિન્ડિઝ : ૨૦૧૭માં વિન્ડિઝ પ્રવાસમાં ૫ વન ડેની શ્રેણી ૩-૧થી જીતી
  5. શ્રીલંકા : ૨૦૧૭માં શ્રીલંકા પ્રવાસમાં ૫ વન ડેની શ્રેણી ૫-૦થી જીતી
  6. ઓસ્ટ્રેલિયા : ૨૦૧૭માં ઘરઆંગણે ૫ વન ડેની શ્રેણીમાં ૪-૧થી વિજય
  7. ન્યુઝીલેન્ડ : ૨૦૧૭માં ઘરઆંગણે ૩ વન ડેની શ્રેણીમાં ૨-૧થી જીત મેળવી
  8. શ્રીલંકા : ૨૦૧૭માં ઘરઆંગણે ૩ વન ડેની શ્રેણીમાં ૨-૧થી વિજય.
  9. સાઉથ આફ્રિકા : ૨૦૧૮માં સા.આફ્રિકામાં ૬ વન ડેની શ્રેણી ૪-૧થી જીતી.(૧ વનડે બાકી)

ભારત : ૨૭૪/૭

સાઉથ આફ્રિકા

-

રન

બોલ

અમલા રનઆઉટ

૭૧

૯૨

માર્કરામ કો.કોહલી બો.બુમરાહ

૩૨

૩૨

ડયુમિની કો.શર્મા બો.પંડયા

ડી વિલિયર્સ કો.ધોની બો.પંડયા

મીલર બો.ચહલ

૩૬

૫૧

ક્લાસૅન સ્ટ.ધોની બો.કુલદીપ

૩૯

૪૨

ફેલુકવાયો બી.કુલદીપ

રબાડા કો.ચહલ બો.કુલદીપ

૧૭

મોર્કેલ એલબી બો.ચહલ

શમ્સી કો.પંડયા બો.કુલદીપ

એનગિડી અણનમ

વધારાના (વાઈડ ૨, લેગબાય ૬)

 

 

 

કુલ ૪૨.૨ ઓવરમાં ઓલઆઉટ

૨૦૧

 

 

 


વિકેટનો ક્રમ:  ૧-૫૨ (માર્કરામ, ૯.૪), ૨-૫૫ (ડયુમિની, ૧૦.૫), ૩-૬૫ (ડી વિલિયર્સ, ૧૨.૫), ૪-૧૨૭ (મીલર, ૨૬.૪), ૫-૧૬૬ (અમલા, ૩૪.૩), ૬-૧૬૮ (ફેલુકવાયો, ૩૫.૩), ૭-૧૯૬ (રબાડા, ૪૧.૨), ૮-૧૯૭ (ક્લાસૅન, ૪૧.૪), ૯-૧૯૭ (શમ્સી, ૪૧.૫), ૧૦-૨૦૧ (મોર્કેલ, ૪૨.૨) બોલિંગ : બી.કુમાર ૭-૦-૪૩-૦, બુમરાહ ૭-૦-૨૨-૧, પંડયા ૯-૦-૩૦-૨, કુલદીપ ૧૦-૦-૫૭-૪, ચહલ ૯.૨-૦-૪૩-૨.

સૌથી વધુ સતત દ્વિપક્ષિય વન ડે શ્રેણી વિજય

શ્રેણી

ટીમ

સમયગાળો

૧૫

વિન્ડિઝ

૧૯૮૦ થી ૧૯૮૮

૦૯

ભારત

૨૦૧૬થી જારી

૦૮

ઓસ્ટ્રેલિયા

૨૦૦૯ થી ૨૦૧૦

૦૭

પાકિસ્તાન

૨૦૧૧ થી ૨૦૧૨




સાઉથ આફ્રિકામાં દ્વિપક્ષિય શ્રેણીમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો સ્પિનર : ચહલ ૧૪ વિકેટ સાથે બીજા ક્રમે
કુલદીપે શ્રેણીમાં ૧૬ વિકેટ  ઝડપીને ૧૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો

ભારતના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની પાંચમી વન ડેમાં ચાર વિકેટ ઝડપતાં ટીમને યાદગાર જીતની સાથે શ્રેણીમાં ઐતિહાસિક સફળતા અપાવી હતી. આ સાથે કુલદીપ યાદવે સાઉથ આફ્રિકાનીભૂમિ પરની પાંચ વન ડેમાં કુલ ૧૬ વિકેટ ઝડપવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો અને તે સાઉથ આફ્રિકાની ભૂમિ પર દ્વિપક્ષિય શ્રેણીમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો સ્પિનર બની ગયો છે.

સાઉથ આફ્રિકામાં દ્વિપક્ષિય શ્રેણીમાં સૌથી વધુ વિકેટ

વિકેટ

સ્પિનર

દેશ

વર્ષ

૧૬

કુલદીપ

ભારત

૨૦૧૮

૧૪

ચહલ

ભારત

૨૦૧૮

૧૨

અથરટન

વિન્ડિઝ

૧૯૯૯

૧૧

વોર્ન

ઓસ્ટ્રેલિયા

૧૯૯૪

 

Post Comments