Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતે સતત નવમી ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચ્યો

- ઇંગ્લેન્ડ-ઓસી.ના સળંગ ૯ શ્રેણી વિજયના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી : આખરી ટેસ્ટ ડ્રો થતાં ભારતનો શ્રેણીમાં ૧-૦થી વિજય

નવી દિલ્હી,તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

યુવા બેટ્સમેન ધનંજયાના ૧૧૯ તેમજ રોશન સિલ્વાના અણનમ ૭૪ તેમજ ડિકવેલાના૪૪ની મદદથી શ્રીલંકાએ ભારે સંઘર્ષ બાદ ભારત સામેની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચ ડ્રોમાં ખેંચી હતી. આ સાથે ભારતે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી વિજય મેળવતા સતત નવમી ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો હતો. જીતવા માટેના ૪૧૦ના પડકારનો પીછો કરતાં શ્રીલંકાએ પાંચમા અને આખરી દિવસે મેચ પુરી થયેલી જાહેર થઈ ત્યાં સુધીમાં પાંચ વિકેટે ૨૯૯ રન નોંધાવ્યા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ અને સિરિઝના બેવડા એવોર્ડ આપવામાં આવ્યા હતા.

કોહલીએ આ ટેસ્ટમાં ૨૪૩ રનની મેરેથોન ઈનિંગ રમતાં કારકિર્દીની છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી. આ ઉપરાંત તેણે શ્રેણીમાં કુલ મળીને ૬૧૦ રન કર્યા હતા. ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, જે પછી ભારતે બીજી ટેસ્ટમાં ઇનિંગ અને ૨૩૯ રનથી વિજય મેળવ્યો હતો.

શ્રીલંકાની લડાયક બેટીંગ : આખરી દિવસે માત્ર બે જ વિકેટ ગુમાવી
શ્રીલંકાના બેટ્સમેનોએ લડાયક મિજાજ સાથે પીચ પર ટકીને સંઘર્ષ કરતાં ભારત સામેની શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટને ડ્રોમા ખેંચી હતી. જીતવા માટેના ૪૧૦ના પડકારનો પીછો કરવા ઉતરેલા શ્રીલંકાનો સ્કોર ચોથા દિવસના અંતે ૩ વિકેટે ૩૧ રન થઈ ગયો હતો. આ પછી પાંચમા અને આખરી દિવસે ભારતને વધુ સાત વિકેટ ઝડપવાની હતી, પણ શ્રીલંકાના બેટ્સમેનોએ આજના દિવસમાં ૮૭ ઓવર બેટીંગ કરી હતી અને ગઈકાલના સ્કોરમાં વધુ ૨૬૮ રન જોડતાં માત્ર બે જ વિકેટ ગુમાવી હતી.

ધનંજયાની સદી : રોશન-પરેરા વચ્ચે અણનમ ૯૪ રનની ભાગીદારી
શ્રીલંકાના યુવા બેટ્સમેન ધનંજયા ડિ સિલ્વાએ લડાયક બેટીંગ કરતાં સદી ફટકારી હતી. તેણે એક છેડો સાચવી રાખતાં ૨૧૯ બોલમાં ૧૫ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૧૯ રન ફટકાર્યા હતા. ભારતની શરૃઆત સારી રહી હતી, અને સવારના સેશનમાં જ જાડેજાએ શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મેથ્યૂસ (૧)ને આઉટ કરી દીધો હતો. જોકે આ પછી ધનંજયા અને કેપ્ટન ચાંદીમલે ૧૧૨ રનની ભાગીદારી કરી હતી. ચાંદીમલ ૯૦ બોલમાં બે ચોગ્ગા સાથે ૩૬ રન કરીને આઉટ થયો હતો. આ પછી ધનંજયા પણ રિટાયર્ડ હર્ટ થયો હતો. જોકે રોશન સિલ્વા અને ડિકવેલાની જોડીએ લડત આપતાં અણનમ ૯૪ રનની ભાગીદારી કરી હતી. સિલ્વાએ ૧૫૪ બોલમાં ૧૧ ચોગ્ગા સાથે અણનમ ૭૪ રન ફટકાર્યા હતા. જ્યારે ડિકવેલાએ ૭૨ બોલમાં ૬ ચોગ્ગા સાથે અણનમ ૪૪ રન કર્યા હતા. મેન્ટેડરી ઓવરમાં સાતમી ઓવર પછી બંને ટીમોએ મેચ ડ્રો કરવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

ભારત પ્રથમ ઈનિંગ :  ૫૩૬/૭ ડિકલેર
શ્રીલંકા પ્રથમ ઈનિંગ : ૩૭૩
ભારત બીજી ઈનિંગ : ૨૪૬/૫ ડિકલેર

શ્રીલંકા બીજી ઈનિંગ

-

રન

બોલ

કરૃણારત્ને કો.સાહા બો.જાડેજા

૧૩

૪૬

સમરવિક્રમા કો.રહાણે બો.શમી

૧૫

ડી સિલ્વા રિટાયર્ડ હર્ટ

૧૧૯

૨૧૯

૧૫

લકમલ બો.જાડેજા

મેથ્યૂસ કો.રહાણે બો.જાડેજા

૨૦

ચાંદીમલ બો.અશ્વિન

૩૬

૯૦

રોશન અણનમ

૭૪

૧૫૪

૧૧

ડિકવેલા અણનમ

૪૪

૭૨

વધારાના (લેગબાય ૧, બાય ૫, નોબોલ ૧)

૦૭

 

 

 

કુલ ૧૦૩ ઓવરમાં પાંચ વિકેટે

૨૯૯

 

 

 


વિકેટનો ક્રમ:  ૧-૧૪ (સમરવિક્રમા ૫.૫), ૨-૩૧ (કરુણારત્ને ૧૫.૧), ૩-૩૧(લકમલ ૧૫.૪), ૪-૪૫ (મેથ્યૂસ ૨૧.૬), ૫-૨૦૫ (ધનંજયા રિટાયર્ડ હર્ટ, ૭૫.૬ )

બોલિંગ : ઇશાંત ૧૩-૨-૩૨-૦, શમી ૧૫-૬-૫૦-૧, અશ્વિન ૩૫-૩-૧૨૬-૧, જાડેજા૩૮-૧૩-૮૧-૩, એમ.વિજય ૧-૦-૩-૦, કોહલી ૧-૦-૧-૦.

૪૧૦ના પડકાર સામે શ્રીલંકાના ૨૯૯/૫  ધનંજયાના ૧૧૯, રોશનના ૭૪* રન
ટેસ્ટમાં સૌથી વધુ સળંગ શ્રેણી વિજય

દેશ

શ્રેણી વિજય

સમયગાળો

ઈંગ્લેન્ડ

૧૯૮૪ થી ૧૯૯૨

ઓસ્ટ્રેલિયા

૨૦૦૫ થી ૨૦૦૮

ભારત

૨૦૧૫ થી હજુ જારી

ઓસ્ટ્રેલિયા

૧૯૪૬ થી ૧૯૫૨

ઓસ્ટ્રેલિયા

૧૯૫૬ થી ૧૯૬૧

વિન્ડિઝ

૧૯૮૩ થી ૧૯૮૬

ઓસ્ટ્રેલિયા

૨૦૦૧ થી ૨૦૦૩




ટેસ્ટ શ્રેણીમાં ૬૧૦ રન સાથે કોહલી નંબર વન

બેટ્સમેન

દેશ

ટેસ્ટ

ઈનિંગ

રન

શ્રેષ્ઠ

સરેરાશ

૧૦૦

૫૦

કોહલી

ભારત

૬૧૦

૨૪૩

૧૫૨.૫૦

ચાંદીમલ

શ્રીલંકા

૩૬૬

૧૬૪

૬૧.૦૦

એમ.વિજય

ભારત

૨૯૨

૧૫૫

૯૭.૩૩

પુજારા

ભારત

૨૮૯

૧૪૩

૫૭.૮૦

આર.શર્મા

ભારત

૨૧૭

૧૦૨*

૨૧૭.૦૦



અશ્વિને ટેસ્ટ શ્રેણીમાં ૧૨ અને જાડેજાએ ૧૦ વિકેટ ઝડપી

બોલર

દેશ

ઓવર

મેડન

રન

વિકેટ

ઈનિંગ-બેસ્ટ

મેચ-બેસ્ટ

સરેરાશ

અશ્વિન

ભારત

૧૨૩.૪

૨૪

૩૫૯

૧૨

૪/૬૩

૮/૧૩૦

૨૯.૯૧

જાડેજા

ભારત

૧૧૭.૦

૩૫

૨૫૯

૧૦

૩/૫૬

૫/૮૪

૨૫.૯૦

શમી

ભારત

૭૭.૦

૨૧

૨૬૯

૪/૧૦૦

૬/૧૩૪

૨૯.૮૮

બી.કુમાર

ભારત

૩૮.૦

૧૩

૯૬

૪/૮

૮/૯૬

૧૨.૦૦

ઇશાંત

ભારત

૬૮.૩

૧૬

૨૧૦

૩/૩૭

૫/૮૦

૨૬.૨૫

 

Post Comments