Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેંગાલુરુ ફૂટબોલ કલબ એએફસી કપની ઈન્ટર ઝોનલ ફાઈનલમાં

- ભારતીય કલબે ઈતિહાસ રચ્યો, નોર્થ કોરિયાની કલબ સામેની મેચ ડ્રો

પ્યોંગયાંગ,તા.૧૩ સપ્ટેમ્બર બુધવાર 2017

બેંગાલુરુ ફૂટબોલ કલબે નોર્થ કોરિયાની કલબ સામેની સેમિ ફાઈનલની સેકન્ડ લેગની મેચ ૦-૦થી ડ્રો કરતાં એએફસી કપ ૨૦૧૭ની ફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચી દીધો હતો. પ્યોંગયોંગ ખાતે મે ડે સ્ટેડિયમમાં ખેલાયેલા મુકાબલામાં બેંગાલુરુ એફસી અને નોર્થ કોરિયાની ૪.૨૫ એસસી ફૂટબોલ કલબ ટકરાયા હતા અને આ મેચ ડ્રો રહી હતી. નોંધપાત્ર છે કે, બેંગાલુરે સેમિ ફાઈનલના ફર્સ્ટ લેગમાં ઘરઆંગણે રમતાં નોર્થ કોરિયન કલબને ૩-૦થી હરાવી હતી. નિયમ પ્રમાણે બંને મેચોના સ્કોરને ભેગા કરીને ભારતીય ફૂટબોલ કલબને ૩-૦થી વિજેતા જાહેર કરવામાં આવી હતી. બે વખત આઇલીગમાં ચેમ્પિયન બની ચૂકેલી બેંગાલુરુ એફસીનો મુકાબલો ફાઈનલમાં તજીકિસ્તાનની એફસી ઈસ્ટીક્લોલ સામે થશે. ફાઈનલમાં પણ હોમ-અવે એમ બે મુકાબલા ખેલાશે. ફાઈનલની ફર્સ્ટ લેગ મેચ ૨૭મી સપ્ટેમ્બરે તજીકિસ્તાન ખાતે રમાશે. જ્યારે સેકન્ડ લેગની મેચ ૧૮મી ઓક્ટોબરે બેંગાલુરુ ખાતે યોજાશે.

Post Comments