Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇ પ્રથમ વિજયની તલાશમાં, આજે બેંગલોર સામે મુકાબલો

- આજે રાત્રે ૮થી ભારતના કેપ્ટન-વાઇસ કેપ્ટન વચ્ચે ટક્કર થશે

- મુંબઇનો પ્રથમ ત્રણેય મેચમાં છેલ્લી ઓવરમાં પરાજય

મુંબઇ, તા.16 એપ્રિલ 2018, સોમવાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૧માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આવતીકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટકરાશે ત્યારે તેનું લક્ષ્યાંક ટુર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવવાનું રહેશે. મુંબઇ ઇન્ડિયન્સની શરૃઆત નબળી રહી છે અને તેનો પ્રારંભની ત્રણેય મેચમાં પરાજય થયો છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે અત્યારસુધીની સફર ચઢાવ ઉતાર ભરી રહી છે. જેમાં તેનો એકમાં વિજય-બેમાં પરાજય થયો છે.

આવતીકાલના મુકાબલા માટે બેંગલોરની ટીમમાં આઉટ ઓફ ફોર્મ બ્રેન્ડન મેક્કુલમને સ્થાને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કોલિન ગ્રાન્ડહોમને સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ મુંબઇની ટીમમાંથી બેટ્સમેનોનો દેખાવ સારો રહ્યો છે પરંતુ બોલરો અપેક્ષા અનુસાર ઝળકી શક્યા નથી. મુંબઇ આઇપીએલની ત્રણેય મેચમાં ૨૦મી ઓવરમાં જ હાર્યું છે. અગાઉ ૨૦૧૪ અને ૨૦૧૫માં પણ મુંબઇનો સિઝનની પ્રથમ ત્રણ મેચમાં પરાજય થયો હતો. રસપ્રદ રીતે તે વખતે મુંબઇની ટીમ પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : ક્વિન્ટોન ડી કોક, મનન વોહરા, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, મનદીપસિંહ, કોલિન ગ્રાન્ડહોમ, વોશિંગ્ટન સુંદર, ક્રિસ વોક્સ, ઉમેશ યાદવ, યુઝુવેન્દ્ર ચહલ, ખેજરોલિયા.

મુંબઇ વિ. બેંગલોર  છેલ્લા પાંચ મુકાબલા

વર્ષ

કોનો વિજય?

૨૦૧૫

બેંગલોરનો ૩૯ રને વિજય

૨૦૧૬

મુંબઇનો ૬ વિકેટે વિજય

૨૦૧૬

મુંબઇનો ૬ વિકેટે વિજય

૨૦૧૭

મુંબઇનો ૪ વિકેટે વિજય

૨૦૧૭

મુંબઇનો ૫ વિકેટે વિજય



મુંબઇ ઇન્ડિયન્સ : સૂર્યકુમાર યાદવ, એવિન લેવિસ, રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, કેરોન પોલાર્ડ, કૃણાલ પંડયા, હાર્દિક પંડયા, બેન કટિંગ, માર્કન્ડે, મુસ્તાફિઝુર, જસપ્રિત બુમરાહ.

Post Comments