Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંડર-19 વર્લ્ડ કપ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે કાલે ટક્કર

- કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ આ વિશ્વકપમાં રમશે

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

ન્યૂઝીલેન્ડમાં શરૂ થયેલા અંડર-19 વર્લ્ડ કપમાં રવિવારે ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. ગૃપ-Bની આ મહત્વપૂર્ણ મેચ માટે બંન્ને ટીમ તૈયાર છે. આ મેચ માઉન્ટ માઉંગનુઇમાં રમાશે. આ મેચ ખુબ મહત્વપુર્ણ માનવામાં આવે છે કારણ કે આ બંન્ને ટીમ વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર છે.

તેમજ આ બંન્ને ટીમનો રેકોર્ડ પણ ખુબ સારો છે તેમજ આ બંન્ને ટીમ અંડર-19 ક્રિકેટની સફળ ટીમો તરીકે ગણવામાં આવે છે. તેમજ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ-ત્રણ વખત આ ખિતાબ પોતાના નામે કરેલો છે. તેથી બંન્ને ટીમો વચ્ચે સારી ટક્કર જામશે.

કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ આ અંડર-19 વિશ્વકપમાં રમશે. આ પહેલા ઇગ્લેન્ડ સામે રમાયેલી વન ડે સીરીઝમાં આ ટીમને માત્ર એક વખત જ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ટાઇ થઇ હતી અને બાકીની આઠ મેચમાં આ ટીમે વિજય મેળવ્યો હતો. આથી ભારતનો હાલનો રેકોર્ડ ખૂબ સારો ગણવામાં આવે છે. જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ખૂબ સારૂ પ્રદર્શન કરી રહી છે. પૃથ્વી શૉની કેપ્ટનશીપ હેઠળ આવતીકાલની મેચમાં ભારત ઓસ્ટ્રેલીયા સામે ટકરાશે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments