Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ICCને ભય : ક્રિકેટમાં સમાંતર ગર્વનિંગ બોડીની રચના માટે બળવાખોર જૂથ સક્રિય

- દરેક દેશોમાં સમાંતર ક્રિકેટ બોર્ડ ઉભા કરવાની વ્યુહરચના ખેલાડીઓ-ઓફિસિયલોને આકર્ષવા જંગી નાણાની ઓફર્

- ICCના સ્ટેટજીક વર્કિંગ ગુ્પની BCCI સાથે મહત્વની બેઠક

નવી દિલ્હી,તા.16 મે 2018,બુધવાર

ક્રિકેટમાં હાલની સર્વોચ્ચ સંસ્થા તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ કાર્યરત છે. જોકે આઇસીસીને ભય છે કે, બળવાખોરોનું જૂથ સમાંતર ક્રિકેટ ગવર્નિંગ બોડીની રચના કરવા માટે સક્રિય થઈ ગયું છે. આ જૂથમાં જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટરનો સમાવેશ થાય છે, જેમના પર હાલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત એક ભારતીય ટીવી ચેનલ પણ આ જૂથમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ ક્રિકેટ વર્તુળોમાં એવી અટકળો ચાલી હતી કે, આઇપીએલના ભૂતપૂર્વ ટોચના ઓફિસિઅલ લલિત મોદી પરદા પાછળ રહીને સમાંતર ક્રિકેટ ગવર્નિંગ બોડીની કે પછી આઇપીએલ જેવી સમાંતર લીગની રચના કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે તેની સામેના પડકારોને શોધી કાઢવા માટે સ્ટેટેજીક વર્કિંગ ગુ્રપની રચના કરી છે, જેને આવનારા સમયમાં આઇસીસી માટે જોખમરૃપ બની શકે તેવા ૧૮ ભયસ્થાનોને શોધી કાઢ્યા છે. આ ગુ્રપમાં ભારતીય ક્રિકેટ બોર્ડના સીઇઓ રાહુલ જોહરી સહિતના અન્ય દેશોના ઓફિસિઅલ્સ સામેલ છે. આ ગુ્રપે બીસીસીઆઇના ઓફિસ બેરર્સ સાથે બેઠક યોજીને આ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

બોર્ડના ટોચના ઓફિસિઅલને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આઇસીસી માટે સમાંતર ક્રિકેટ બોડીનો પડકાર છે. અમારી મિટિંગમાં સામે આવ્યું કે, ભારતના જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટ વહિવટકાર કે જેઓ હાલ પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે તે, અને  એક ભારતીય ટીવી ચેનલ અને એક ઓસ્ટ્રેલિયન વકીલ ભેગા મળીને ક્રિકેટની સમાંતર ગવર્નિંગ બોડીની રચનાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ પ્રકારની સમાંતર ક્રિકેટ ગવર્નિંગ બોડીની રચના માટે ઢગલા બંધ ક્રિકેટરો અને મેચ ઓફિસિલ્સનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આ ઓપરેશનને 'ઓપરેશન વોટરશૅડ' નામ આપ્યું હતુ.

ઓફિસિઅલે જણાવ્યું કે, આ બળવાખોર જૂથે આઇસીસીને સમાંતર ક્રિકેટ ગવર્નિંગ બોડીની રચનાની સાથે સાથે દરેક દેશમાં પણ સમાંતર નેશનલ ક્રિકેટ બોર્ડની રચનાની તૈયારી કરવામાં આવી હતી. ખેલાડીઓને આઇસીસી અને પોતાના રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડને છોેડીને સમાંતર ગવર્નિંગ બોડીની સાથે જોડાવા માટે જંગી નાણાની ઓફર્સ પણ આપવામાં આવી હતી. ેતે સમયે તેમનો પ્રોજેક્ટ સફળ રહ્યો નહતો, પણ હવે તેઓ સક્રિય બનીને નુકશાન પહોંચાડી શકે છે.

આ મિટિંગમાં ટી-૧૦ ક્રિકેટ લીગના મામલે પણ ચર્ચા થઈ હતી. ક્રિકેટમાં આ પ્રકારની લીગનું ચલણ વધી રહ્યું છે અને દુનિયાના ટોચના ખેલાડીઓ સાવ અજાણ્યા અને ખાનગી આયોજકોની લીગમાં રમતા થઈ ગયા છે, જે ચિંતાનું કારણ છે.

Post Comments