Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધોની હવે ભારતનો કેપ્ટન નહીં હોઈ યુવરાજને ટીમમાં સ્થાન મળ્યું

- યુવરાજ પિતા યોગરાજ સિંઘની ફરી વિવાદિત કોમેન્ટ

- યુવરાજે ધોની જોડે મિત્રતાની વીડિયોક્લિપ મૂકી

નવી દિલ્હી, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
ધોનીએ વનડે અને ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે નિવૃત્તિ જાહેર કરી અને કોહલીને આ બંને ફોરમેટના ભારતીય ટીમના કેપ્ટન તરીકે જાહેર કરાયો તે સાથે જ ઇંગ્લેન્ડ સામેની વનડે અને ટી-૨૦ની ટીમમાં યુવરાજ સિંઘનો સમાવેશ થતા ક્રિકેટ ચાહકોના બહોળા વર્ગને આશ્ચર્ય થયું હતું. આવા મિશ્ર પ્રત્યાઘાત વચ્ચે જ વિવાદ જગવવા માટે જાણીતા યુવરાજ સિંઘના પિતા યોગરાજ સિંઘે એવી કોમેન્ટ કરી છે કે યુવરાજનું ટીમમાં પુનરાગમન એટલે જ થયું છે કે ભારતનો વન ડે અને ટી-૨૦નો કેપ્ટન હવે કોહલી બનાવાયો છે.

યુવરાજ સિંઘ જેટલો સમય તેનું ફોર્મ છતાં ટીમની બહાર રહ્યો તેનું એક માત્ર કારણ ધોની કેપ્ટન હતો તે હતું. યોગરાજ સિંઘે એટલે સુધી કહ્યું કે છેલ્લે છેલ્લે ધોનીની કેપ્ટન્સી હેઠળ યુવરાજ સિંઘને ટીમમાં સ્થાન નહતું હવે ધોનીએ કેપ્ટન્સી છોડતા જ યુવરાજ ટીમમાં તરત જ સ્થાન પામ્યો છે તે જ પૂરવાર કરે છે કે ધોનીએ જ તેની કારકિર્દી પર કાતર ફેરવી છે.

યુવરાજ સિંઘ છેલ્લે ભારત તરફથી ૨૦૧૩માં વન ડે રમ્યો હતો. યોગરાજ સિંઘે અગાઉ પણ યુવરાજની કારકિર્દી પર ધોનીએ અસર પહોંચાડી છે તેમ નિવેદનો કર્યા જ છે. પણ યુવરાજ તે પછી તરત જ ધોનીને ગેરસમજ ના થાય તેની તકેદારી લેતા કોમેન્ટ કરતો હોય છે. આ વખતે પણ તેણે ધોનીની કેપ્ટન્સી હેઠળ ઇન્ડિયા 'એ' તરફથી પ્રવાસી ઇંગ્લેન્ડ સામે રમતો હોઇ તેની સાથેની વીડિયોક્લિપ સોશિયલ મીડીયા પર પોસ્ટ કરી હતી, જેમાં ધોનીને તેણે રમેલ શ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે. યુવરાજે ટવીટ કર્યું છે કે ૧૩ જેટલા મોટા વિજય અને વન ડે અને ટવેન્ટી-૨૦ના એમ બે વર્લ્ડ કપ તેણે જીત્યા છે.

યોગરાજે ધોની પર માછલા ધોવાનું જારી રાખ્યું
યોગરાજે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં પુત્ર યુવરાજનો ટીમમાં સમાવેશ ના થતા ધોનીને રાવણ કરતા પણ ઘમંડી કહ્યો હતો. ધોનીને ભવિષ્યમાં ભીખ માંગવી પડશે અને તેનો અંત સારો નહીં હોય તેમ અપશબ્દો તે વખતે વાપર્યા હતા.

Post Comments