Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈને કંગાળ ફોર્મ અને સ્ટાર્સની ગેરહાજરી સતાવી રહી છે

- મીડલ ઓર્ડરનો દેખાવ મુંબઈ માટે નિર્ણાયક

- રોહિતની ટીમ જીતની રાહ પર પાછી ફરવા ઉત્સુક

હર્ષા ભોગલેની કોલમ

અગાઉ તેઓ નબળી શરૃઆત બાદ જબરજસ્ત પુનરાગમન કરી ચૂક્યા છે, પણ મારુ માનો તો મુંબઈ તેની શરૃઆતથી ખુશ નથી. મુંબઈને સ્ટાર પ્લેયર્સનું ફોર્મ અને મહત્વના ખેલાડીઓની ગેરહાજરી સતાવી રહી છે.

કાગળ પર તો તેમનું સંતુલન કોઈને પણ ઈર્ષ્યા થાય તેવું છે કારણ કે તેમની ટીમના ટોચના સાત બેટ્સમેનોમાં બે બોલર અને વિકેટકિપરનો સમાવેશ થાય છે. મેં શરૃઆતમાં જ મૂલ્યાંકન કરતાં કહ્યું હતુ કે, મુંબઈના દેખાવનો મદાર પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમના બેટ્સમેનના પર્ફોમન્સ પર રહેશે. પંડયા બ્રધર્સ અને પોલાર્ડ અગાઉ નિર્ણાયક સાબિત થઈ ચૂક્યા છે. જોકે તેમની સમસ્યા ત્યાં જ છે.

કૃણાલની ઈજા અને તેનો ડોમેસ્ટીક સિઝનનો સામાન્ય દેખાવ તેમજ હાર્દિકનો કદાચ તેની ઈજાને કારણે સંઘર્ષ મુંબઈને પરેશાન કરી રહ્યો છે.

આ ઉપરાંત તેમને પેટ કમિન્સ જેવા અનુભવી બોલરની ખોટ સતાવી રહી છે. રહમાન આ ખોટ પુરવા પ્રયાસ કરી રહ્યો છે, પણ તેમની ટીમમાં અન્ય કોઈ જેન્યુઈન પેસ બોલર દેખાતો નથી. અગાઉની સિઝનનોને ધ્યાનમાં લઈએ તો સફળતાની રીતે મુંબઈની ટીમ શ્રેષ્ઠ સાબિત થઈ ચૂકી છે. હવે તેઓ જલ્દી સમસ્યાઓ ઉકેલીને ફોર્મ પાછુ મેળવવાનો પ્રયાસ કરશે. તેઓએ ચોથી મેચ જીતવી જ પડશે.

Keywords harsha,bhogle,column,

Post Comments