Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એલ.રાહુલની સતત સાતમી ઈનિંગમાં અડધી સદી : વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી

- ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો

પાલેકલ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

ભારતીય ઓપનર લોકેશ રાહુલે શ્રીલંકા સામેની ત્રીજી અને આખરી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૮૫ રનની ઈનિંગ ફટકારવાની સાથે વિશ્વવિક્રમની બરોબરી કરી લીધી હતી. લોકેશે સતત સાતમી ટેસ્ટ ઈનિંગમાં ૫૦ કે વધુનો સ્કોર કરનારા ભારતના સૌપ્રથમ અને વિશ્વના છઠ્ઠા ક્રમના બેટ્સમેન તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.

લોકેશ અગાઉ વિન્ડિઝના એવર્ટોન વિક્સ, ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવર, વિન્ડિઝના શિવનારાયણ ચંદરપોલ, શ્રીલંકાના કુમાર સંગાકારા અને ઓસ્ટ્રેલિયાના ક્રિસ રોજર્સ આવી સિદ્ધિનો વિશ્વવિક્રમ ધરાવે છે. જો લોકેશ હવે પછીની ઈનિંગમાં અડધી સદી ફટકારશે તો આ દિગ્ગજોને પાછળ છોડીને સતત આઠ ટેસ્ટ ઈનિંગમાં ૫૦ કે વધુનો સ્કોર કરનારો દુનિયાનો સૌપ્રથમ બેટ્સમેન બની શકે તેમ છે.

લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની માર્ચ-૨૦૧૭માં રમાયેલી બીજી બેંગાલુરુ ટેસ્ટની બંને ઈનિંગમાં અડધી સદીઓ ફટકારી હતી. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બંને ટેસ્ટની ત્રણ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે શ્રીલંકામાં બીજી કોલંબો ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. જે પછી અહી પાલેકલમાં ૧૩૫ બોલમાં ૮ ચોગ્ગા સાથે ૮૫ રન કર્યા હતા.

લોકેશ રાહુલની ૨૦૧૭ની છેલ્લી સાત ટેસ્ટ ઈનિંગ

સ્કોર

ઈનિંગ

હરિફ

સ્થળ

મહિનો

૯૦

પ્રથમ

ઓસી.

બેંગ્લોર

માર્ચ

૫૧

બીજી

ઓસી.

બેંગ્લોર

માર્ચ

૬૭

પ્રથમ

ઓસી.

રાંચી

માર્ચ

૬૦

પ્રથમ

ઓસી.

ધરમશાલા

માર્ચ

૫૧*

બીજી

ઓસી.

ધરમશાલા

માર્ચ

૫૭

પ્રથમ

શ્રીલંકા

કોલંબો

ઓગસ્ટ

૮૫

પ્રથમ

શ્રીલંકા

પાલેકલ

ઓગસ્ટ

પાંચ દિગ્ગજોનો સતત ૭ ઈનિંગમાં ૫૦થી વધુનો સ્કોર
ભારતીય ઓપનર લોકેશે આજની ટેસ્ટમાં અડધી સદી ફટકારીને દિગ્ગજોની બરોબરી કરી લીધી હતી. વિન્ડિઝના એવર્ટોન વિક્સે ૧૯૪૮-૪૯માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પ્રથમ અને ત્યાર બાદ (૧૯૪૮-૪૯માં)ની છ ઈનિંગમાં ભારત પ્રવાસમાં અડધી સદીઓ ફટકારી હતી. આ પછી ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરે ૨૦૦૦માં, વિન્ડિઝના શિવનારાયણ ચંદરપોલે ૨૦૦૬-૦૭માં, શ્રીલંકાના  સંગાકારાએ ૨૦૧૪માં અને ક્રિસ રોજર્સે ૨૦૧૪-૧૫માં  સળંગ ૭-૭ ઈનિંગમાં અડધી સદીઓ ફટકારી હતી. જે પછી લોકેશે આ સિદ્ધિ મેળવી છે.

Post Comments