Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જર્મનીના વર્લ્ડ કપના સંભવિતોમાં ગોટ્ઝેને સ્થાન નહિ

બર્લિન, તા.15 મે, 2018, મંગળવાર

આવતા મહિને રશિયાની ભૂમિ પર રમાનારા ફિફા વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરવાની તૈયારી કરી રહેલી જર્મનીની ટીમે સંભવિતોના નામની જાહેરાત કરી દીધી છે. કોચ યોકિમ લોના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ કપમાં રમવા ઉતરનારી જર્મનીની ટીમમાં ગત વર્લ્ડ કપના હિરો મારિયો ગોટ્ઝેને સ્થાન આપવામાં આવ્યું નથી.

ગોટ્ઝેએ વર્ષ ૨૦૧૪માં રમાયેલા ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં નિર્ણાયક ગોલ ફટકારીને જર્મનીને ચેમ્પિયન બનાવ્યું હતુ. જર્મનીને મેક્સિકો, સ્વીડન અને સાઉથ કોરિયા સાથે ગુ્રપમાં સ્થાન મળ્યું છે.

કોચ યોકિમ લોએ ટીમમાં અન્ય સુપરસ્ટાર્સ જેવા કે થોમસ મુલર, મારિયો ગોમેઝ, ખેડીરા, માર્કો રેઅસ, ટોની ક્રૂઝ, માર્ક હમેલ્સ, જોશુઆ કિમ્મીચને તક આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ઈજાના કારણે રમી ન રહેલા સિનિયર ગોલકિપર મેન્યુઅલ નેયેરને પણ ટીમમાં સમાવવામાં આવ્યો છે.

Post Comments